જો આ ટ્રીક અજમાવશો તો પાસવર્ડ લગાવ્યા વિના પણ તમારો ફોન રહેશે સુરક્ષિત

શું તમે એ મિત્રો કે પરિવારના સદસ્યો થી સમસ્યા અનુભવો છો કે જેઓ હંમેશા તમારા ફોનમાં તાંકઝાક કરતા રહે છે ? જો તેનો જવાબ હા હોય તો આ ખબર માત્ર તમારા માટે છે. ઘણી વખત આપણે પોતાના મિત્રો કે પરિવારના સદસ્યો સાથે ફોન ચેક કરવા માટે મનાઈ કરી શકતા નથી. પરંતુ આપણે એવું ક્યારેય થતા નથી હોતા કે ફોનમાં રહેલા તમારા પર્સનલ ડેટા અને તેઓ જોઈ શકે. એવામાં આ સમસ્યા માટે હવે કાયમી સમાધાન મળી ગયું છે. આજે આપણે જાણીએ કે ફોન અનલોક હોવા છતાં પણ કોઈ તમારી મરજી વગર તેનો ઉપયોગ કરી શકશે નહીં. હવે આ ઉકેલ હાથ રહો એટલે કે તમારા એન્ડ્રોઇડ ફોનમાં જ ઉપલબ્ધ છે. જેને તમે કેટલીક સરળ ટિપ્સ દ્વારા સરળતાથી બચાવી શકો છો. અને પોતાના ફોનમાં રહેલા પર્સનલ ડેટા બીજા લોકોથી સરળતાથી બચાવી શકો છો.

Pin screen કે Screen pinning નામનું ફીચર સ્માર્ટફોનમાં આવેલું છે. આ ફીચરનો ઉપયોગ કર્યા બાદ કોઈપણ બીજી વ્યક્તિ તમારી મરજી વિના ફોનને એક્સેસ કરી શકશે નહીં. આ ફીચર એન્ડ્રોઇડ 5.0 અને ત્યારબાદના તમામ વર્ઝનમાં ઉપલબ્ધ છે.

આ ફીચર માં તમે કોઇપણ એપને લોક કે પીન કરી શકો છો. એવો કર્યા બાદ તમારા ફોનમાં તે એપ્લિકેશન સિવાય અન્ય એપ્લિકેશન ઓપન થશે નહીં, જ્યાં સુધી તમે પોતે નહી ઈચ્છો ત્યાં સુધી. એટલે કે તમે કોઈને Instagram ઉપયોગ કરવા માટે ફોન આપી રહ્યા છો તો તે એપ્લિકેશન lock કે Pin કરી દો. ત્યારબાદ કોઈપણ બીજી વ્યક્તિ ઇસ્ટાગ્રામ સિવાય તમારા ફોનની કોઈપણ એપ્લિકેશનને ઉપયોગ કરી શકશે નહીં. આ માટે કેટલાક સ્ટેપનું અનુસરણ કરો.

  • સૌપ્રથમ ફોનના સેટિંગમાં જાઓ.
  • અહીં તમને security અને lock screenનો ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરો. હવે અહીં privacy સાથે જોડાયેલો કોઈપણ વિકલ્પ જોવા મળશે. સૌથી નીચે તમને Pin the screen કે Screen printing નામનો ઓપ્શન જોવા મળશે. આ ઓપ્શન પર ટેપ કરી અને તેને ઓન કરી દો.
  • સામેવાળી વ્યક્તિ કોઈપણ એપ્લિકેશનનો ઉપયોગ કરવો હોય તો તેણે તેને પિન કરવા માટે ઓપન કરો અને પછી બંધ કરી દો.
  • ત્યારબાદ Recent apps ના ઓપ્શનમાં જાવ.
  • અહીં એપ્લિકેશન પર લોંગ પ્રેસ કરો, જેને તમે પિન કરવા માંગતા હોય.
  • ત્યારબાદ Pin ના ઓપ્શનને સિલેક્ટ હવે Pin કરવામાં આવેલી એપ્લિકેશન સિવાય કાંઈ પણ ખુલશે કે નહીં.
  • ફોન પરત મળ્યા બાદ તમારે Pin ઓપ્શનને હટાવવા માટે Home અને Back બટન બન્નેને એકસાથે દબાવવાના રહેશે. બસ તમારું કામ થઈ ગયું.
Copy link
Powered by Social Snap