ગુજરાત વિધાનસભાની 8 બેઠકની 3 નવેમ્બરે યોજાયેલી પેટાચૂંટણીનું આજે પરિણામ આવી ગયા છે. કુલ 25 મથકો પર મત ગણતરી હાથ ધરાઇ હતી. ત્યારે સૌરાષ્ટ્રની આ ચાર બેઠકો પર ભાજપનો ભવ્યો વિજય છે. ત્યારે જણાઈ કોણ કેટલા મતોથી વિજય થયો છે અને કોંગ્રેસ કેટલા મતોથી હાર્યું છે.

મોરબી: મોરબી મત ગણતરીનો અંતિમ રાઉન્ડ એટલે કે 35મોં રાઉન્ડ પણ પૂર્ણ થયો છે અને બ્રિજેશ મેરજા વિજેતા બન્યા છે.છેલ્લા રાઉન્ડના અંતે ભાજપ ઉમેદવાર બ્રિજેશ મેરજાને 64,591 મતો જયારે કોંગ્રેસ ઉમેદવાર જયંતીભાઈ પટેલને 59,903 મતો મલ્યા છે અને 4688 ની લીડ સાથે ભાજપ ઉમેદવાર બ્રિજેશ મેરજા વિજેતા બન્યા છે.

અબડાસા વિધાનસભા ચૂંટણી મત ગણતરી પૂર્ણ થઈ ચુકી છે અને ભારતીય જનતા પાર્ટીનો અબડાસાની પેટા ચૂંટણીમાં ભવ્ય વિજય થયો છે. પ્રદ્યુમનસિંહ જાડેજા રેકોર્ડ બ્રેક વોટથી ચૂંટણી જીત્યા છે.
ભાજપ ઉમેદવાર: પ્રધુમન સિંહ જાડેજા ને ૬૦૩૭૪ મત
કોંગ્રેસ ઉમેદવાર:શાંતિલાલ સેંઘાણી ને ૨૮૯૭૪ મત
બી.એમ.પી. ઉમેદવાર: યાફુબભાઈ મુતવાને ૪૨૮૩ મત
અપક્ષ ઉમેદવાર: હનીફ બાવા પડેયારને: ૨૪,૪૪૬ મત
અપક્ષ ઉમેદવાર: ઇબ્રાહિમભાઈ હાલેપોત્રાં ૧૧૨૮ મત

લીંબડી: લીંબડી સીટ પર 30 માં રાઉન્ડના અંતે ભાજપના કિરીટસિંહ રાણા 24420 મતોથી આગળ છે. 30 માં રાઉન્ડના અંતે નોટાના કુલ 2486 મત પડ્યા છે. કિરીટસિંહ રાણા 20 હજાર મતથી વિજય થયો છે.

ધારી: બેઠક કુલ 29 માંથી 15 રાઉન્ડ થતા કોંગ્રેસના ઉમેદવારે હાર સ્વીકારી હતી અને
ભાજપના જે વી કાકડિયાનો ભવ્ય વિજય થયો છે.
