ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈના અધ્યક્ષ સૌરભ ગાંગુલીની તબિયત ફરી ખરાબ થઈ છે. સૌરભ ગાંગુલીને કોલકાતાની એપોલો હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. ગાંગુલીએ છાતીમાં દુ:ખાવોની ફરિયાદ કરી હતી,જોકે, તેમને થોડા દિવસો પહેલા હાર્ટ એટેક આવ્યો હતો, જેના કારણે તે ઘણા દિવસોથી હોસ્પિટલમાં દાખલ રહ્યા હતાં.
ઉલ્લેખનિય છે કે, 2 જાન્યુઆરીએ, સૌરવ ગાંગુલીને કોલકાતાની વુડલેન્ડ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં છાતીમાં દુ:ખાવો થયા બાદ તેમને એન્જીયોપ્લાસ્ટી કરાઈ હતી. છેલ્લી વખત જ્યારે તે ઘરે જીમમાં ટ્રેડમિલ લઈ રહ્યા હતા, ત્યારે તેને છાતીમાં દુ:ખાવો થયો હતો.
ત્યાર બાદ તેમને પાંચ દિવસ હોસ્પિટલમાં રોકાવું પડ્યું હતું. સૌરવ ગાંગુલી પછી તેના મોટા ભાઈ સ્નેહાશીશ ગાંગુલીનું પણ એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. તે કોલકાતાની વુડલેન્ડ્સ હોસ્પિટલમાં એન્જીયોપ્લાસ્ટી કરવી હતી.
