ગત્ ૨૦૨૦ ના વર્ષમાં કોવીડ-૧૯ દરમ્યાન મકર રાશિમાં શનિ સ્વગૃહી ભ્રમણ નૈસર્ગિક કુંડલીથી દસમાં ભાવે પસાર થઈ અને ચાર-ચાર ભારે ગ્રહણો લાંબા સમયના અને ટૂંકા અંતરે આવવથી વૈશ્વિક મહાબીમારી કોરોનાના કપરા કાળમાં ભલભલા રાડ પાડી ગયાં છે કારણ કે,વેપાર-ધંધા ના ઉધોગોમાં આર્થિક ભીસમાં વધારો થતાં સંપૂર્ણ વેપારીઓના સોદા ઓના પૈડા થંભી ગયેલ છે અને વિકાસ દર જાણે માઈન્સ થઈ ગયેલ પરંતુ સરકારી ચોપડામાં અનેકવિધ વેરાના દરો જેવાકે એકસાઇઝ,GST, Income Tax,R.T.O, હોય કે માસ્ક ન પહેરવાનો દંડ હોય કે કરફ્યુ માં નીકળવાની રકમ આવી રીતે અનેકવિધ રકમો સરકારી તિજોરીમાં ઠલવાય છે.
કુંડળીમાં દંડ બારમા ભાવથી જોવાય છે. તેની રકમ બારમાથી બીજો ભાવ (પ્રથમ)નો વિચાર કરતાં મેષ રાશિમાં મંગળ સ્વગૃહી ભ્રમણને કારણે પ્રજાએ ભરેલ દંડની રકમ સરકારી તિજોરીમાં અબજો રૂ. હશે અને આ રકમ પ્રજાની સર્વ પ્રકારે સુખ શાંતિ તેમજ સગવડો માટે વપરાશે આ રકમમાંથી કદાચ હાઉસ હોલ્ડ લેડીને પેન્શન મળી શકે ! કારણ સાતમો ભાવ-આમ જનતા માટે ગણાય છે.
જયારે શનિના મંદ ભ્રમણમાં છેવાડાના રહીશોને યેનકેન પ્રકારે લાભ હી લાભ કરશે. દેવમંદિરોની બહાર ભિક્ષુકો માટે રોજી-રોટી સાથે તેમને અનુકુળ કામકાજ આપીને તેમને પણ રશ્રણ આપશે તથા તેના વધુ લાભાર્થે નવી નવી પોલીસી બહાર પડે !! શનિનું ભ્રમણ મકર અને કુંભ રાશિ દરમિયાન કરચોરો બેઉમાન તથા કાયદાનું ભંગ કરનારને આકરી સજા અંગેની જોગવાઈઓ આવશે અને વધુને વધુ દંડની રકમ નજીકના સમયમાં બેંક એકાઉન્ટ મારફતે ડાયરેક્ટ ડેબિટ થઈ જશે??? અને સરકારી તિજોરીમાં જમા થશે…થોભો અને રાહ જુઓ…સમય કહેશે..
(જાણીતા જયોતિષી આશિષ રાવલ)
