આગમના એંધાણ: શનિ મકર રાશિમાં દિન-પ્રતિદિન વધુ આગળ વધતો જાય છે. તેમ-તેમ સરકારી નીતિ,રીતિ,પોલીસમાં વધુને વધુ પરિવર્તન જોવા મળે છે. જેમાં કરકસર,કંજુસાઈ સાથે વધુ સારી સવલતો આપવા માટે કટીબધ્ધ જોવા મળશે. બે દિવસ પહેલા ભારતીય રેલવે બોર્ડ તરફથી ધોષણા કરવામાં આવી કે, છેલ્લા ડબ્બામાંથી લીલીઝંડી બતાવનાર ગાર્ડ હવે આદ્રશ્ય થઈ જશે. રેલવેમાં આધુનિકરણ કરવાથી તેમની આવશ્યકતા રહેશે નહીં. આવા અદભૂત સુધારા હવે દિન પ્રતિદિન સાંભળવા મળશે.
જગતની મોટી હસ્તીઓ રાજનીતિમાં આવવાનું વિચારી રહી છે. રાહુના શુક્રના ઘરની રાશિ વૃષભમાં પ્રવેશ પહેલા જ અત્રે જણાવેલું કે, રાહુના વૃષભ ભ્રમણમાં સીને જગત અને સ્પોર્ટ્સની અનેક હસ્તીઓ રાજનીતિમાં આવતી જોવા મળશે તે મુજબ રજનીકાંત અને કમલ હસન સક્રિય રાજકારણમાં આવવાનું વિચારી રહ્યા છે. હજી પણ અનેક મહારથીઓને આપણે રાજનીતિમાં પદાર્પણ કરતા જોવાના છે.
હાલના ગ્રહમાનમાં જુના જાણીતા ઘણા રાજનીતિજ્ઞો કાળની ગર્તામાં ખોવાઈ જતા જોવા મળશે અને રાહુનો આ દોઢ વર્ષનો સમય રાજનીતિના ખેલાડીઓ અને રણનીતિને મુળગી ફેરવવામાં કારણભૂત બનશે. શનિના ઘરમાં પ્લુટો ગુરુ અને શનિની યુતિ પણ હેરજીવનની વ્યાખ્યા અનેક રીતે ફેરવી નાખશે અને સામાજિક જીવનથી લઈને વ્યક્તિગત જીવનમાં અમુલ પરિવર્તન જોવા મળશે.
(જાણીતા જયોતિષી આશિષ રાવલ)
