અમદાવાદ: સરસંઘચાલક મોહન ભાગવત અમદાવાદની મુલાકાત આવ્યા છે. રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ અને વિવિધ સમવિચારી સંગઠનોની બેઠકમાં ઉપસ્થિત રહેશે. વર્ષમાં 2 વાર યોજાતી બેઠકમાં સરસંઘચાલક મોહન ભાગવત સહિત સરકાર્યવાહક ભૈયાજી જોશી ઉપસ્થિત રહેશે. ત્રણ દિવસીય અખિલ ભારતીય સમન્વય બેઠકમાં ઉપસ્થિત રહેશે. કર્ણાવતી ડેન્ટલ કોલેજ ઉવારસદ ખાતે 5 જાન્યુઆરી થી 7 જાન્યુઆરી સુધી બેઠક ચાલશે.બેઠકમાં સરસંઘચાલક મોહન ભાગવત અને સરકાર્યવાહક ભૈયાજી જોશી સહિત અખિલ ભારતીય કાર્યકારીણીના સદસ્યો ઉપસ્થિત રહેશે.
