સપના ચૌધરીની ડાન્સની ધમક હવે આખા દેશમાં સાંભળવા મળી રહી છે. તેની લોકપ્રિયતા એટલી વધી ગઈ છે કે તે દેશ-વિદેશમાં ડાન્સ કરે છે. સપના ચૌધરી પણ તેના ડાન્સ વીડિયો દ્વારા સોશિયલ મીડિયા પર પરફોર્મન્સ ધરાવે છે. દેશી ક્વીન તરીકે પ્રખ્યાત સપના ચૌધરીનો એક ડાન્સ વીડિયો ફરી સામે આવ્યો છે, જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
બોલીવુડ, ભોજપુરી, પંજાબી અને હરિયાણવી ફિલ્મોમાં ધમાલ મચાવનાર સપના ચૌધરીનો આ ડાન્સ વીડિયો ઘણો જોવા મળી રહ્યો છે.
સપના ચૌધરીનો આ ડાન્સ વીડિયો યુટ્યુબ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે તેમનું પરફોર્મન્સ જોવા હજારો લોકો એકઠા થયા હતા. સપના ચૌધરીએ આ દરમિયાન સો્ન્ગ પર તેમના યૂનિક અને દેશી ડાન્સ સ્ટાઇલમાં તમામને ઘાયલ કર્યા હતા, હંમેશાની જેમ તેમનો ડાન્સ વીડિયો પણ સોશિયલ મીડિયા પર છવાઇ ગયો છે અને ચાહકો તેના પર પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.
સપના ચૌધરીએ કારકીર્દિની શરૂઆત હરિયાણાની ઓર્કેસ્ટ્રા ટીમથી કરી હતી. તેણે પોતાની કારકિર્દીની શરૂઆત રાગિની કલાકારો સાથે ટીમનો ભાગ બનીને કરી હતી. સપના ચૌધરી શરૂઆતમાં હરિયાણા અને નજીકના રાજ્યોમાં રાગિની કાર્યક્રમોમાં ભાગ લેતી હતી. ત્યારબાદ તેણે સ્ટેજ ડાન્સ કરવાનું શરૂ કર્યું પછી પાછળ જોયું નહીં. સપના ચૌધરી પણ ‘બિગ બોસ 11’ નો ભાગ રહી ચૂકી છે. તાજેતરમાં જ સપના ચૌધરીના લગ્ન અને બાળકના સમાચાર પણ જોરદાર વાયરલ થયા હતા.
