ખેડૂત આંદોલન મુદ્દે સલમાન ખાને આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું…

દિલ્હી બોર્ડર પર ખેડૂતોનું પ્રદર્શન બે મહિનાથી વધુ સમયથી ચાલી રહ્યું છે. અમેરિકન પોપ સ્ટાર રિહાનાના ટ્વિટ બાદ બોલિવૂડથી લઈને તમામ ખેલાડીઓ અને નેતાઓ ખેડૂત આંદોલન પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. સાથે ભારતીય હસ્તીઓએ તેને આંતરિક બાબત ગણાવીને પ્રચાર ન ફેલાવવાની સલાહ આપી છે. દરમિયાન, જ્યારે સલમાન ખાન એક કાર્યક્રમમાં પહોંચ્યો ત્યારે તેને આ સવાલનો પણ સામનો કરવો પડ્યો હતો. જોકે, સલમાન ખાન આ મામલે કંઈપણ બોલવાથી બચી રહ્યાં હતાં.

જ્યારે સલમાન ખાનને ખેડૂત આંદોલન વિશે તેમનો અભિપ્રાય પૂછવામાં આવ્યો ત્યારે અભિનેતાએ કહ્યું, ‘હા, હું ચોક્કસ કહીશ… સાચી વાત કરવી જ જોઇએ. સૌથી યોગ્ય વસ્તુ હોવી જોઈએ.’ આ રીતે સલમાન ખાને મ્યુઝિક શો શરૂ કરવાના પ્રસંગે પોતાનો અભિપ્રાય આપ્યો હતો. જો કે, તે બોલિવૂડના ત્રણ ખાનમાંથી પ્રથમ છે, જેમણે આ રીતે ખેડૂત આંદોલન માટે પોતાનો પક્ષ આપ્યો છે.

જણાવી દઈએ કે અમેરિકન પોપ સિંગર રિહાના, સોશિયલ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ અને મિયા ખલિફાએ ખેડૂત આંદોલનને સમર્થન આપ્યું છે, જેને ઘણા દિગ્ગજ ભારતીય હસ્તીઓ દ્વારા પણ ટ્વીટ કરવામાં આવી છે, અને તેઓએ પણ આ પ્રોપેગેન્ડાથી બચવાનનું કહ્યું છે. પ્રતિક્રિયાઓ અને ટ્વીટ્સ સોશિયલ મીડિયા પર જોરદાર આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap