સગીરાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો, કારણ જાણી તમે પણ વિચારમાં પડી જશો

રવિ નિમાવત, મોરબી: ઈશ્વરે આપેલ અનમોલ મનુષ્ય જીવનની કીમત કેટલાક લોકો સમજતા હોતા નથી અને ઈશ્વરની સુંદર ભેટ એવા જીવનને બરબાદ કરી નાખતા હોય છે. આવો જ કિસ્સો મોરબીમાં પ્રકાશમાં આવ્યો છે. જ્યાં પરપ્રાંતીય સગીરાને વતનમાં જવું હોય અને પિતા તેડવા ના આવવા જેવી તુચ્છ બાબતને લઈને આવેશમાં ગળેફાંસો ખાઈ આયખું ટુંકાવ્યું હતું.

મૂળ એમપીના વતની અને હાલ જોધપર નદી પાસેની અમાની પોલીપેક કારખાનાની લેબર કોલોનીમાં રહેતી ભૂરીબેન ભૂરુંભાઈ ઉર્ફે મગનભાઈ ભીલ (ઉ.વ.૧૫) નામની સગીરાએ પોતાની ઓરડીમાં છતના હુંકમાં ચુંદડી વડે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જે બનાવ અંગે પોલીસમાંથી મળતી માહિતી મુજબ સગીરાને પોતાના વતન જવું હોય અને અવારનવાર પિતાને ફોન કરી તેડવા આવવાનું કહેતા પિતા તેડવા નહિ આવેલ જથી આવેશમાં આવી ગળેફાંસો ખાઈ લીધાનું ખુલ્યું છે તાલુકા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap