ભુજમાં સોનીની દુકાનમાંથી લાખો રૂપિયાની ચોરી કરનાર ઈરાની ગેંગનો સાગરિત ઝડપાયો

રવિ નિમાવત, મોરબી: કચ્છના ભુજમાં જવેલર્સની નજર ચૂકવી દુકાનમાંથી સોનાના સિક્કા અને રો મટીરીયલ્સ સહીત ૧૪ લાખથી વધુની ચોરીનો બનાવ બન્યો હતો. જે ગુન્હામાં સામેલ ઈરાની ગેંગનો એક સાગરિત મોરબીની રવિરાજ ચોકડી નજીક હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે આરોપીને દબોચી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભુજની જિલ્લા પંચાયત કચેરી નજીક આવેલ સેવંતી કોમ્પ્લેક્ષમાં કેશવલાલ જેઠાલાલ જવેલર્સની દુકાનમાં ગઈકાલે ચોરીનો બનાવ બન્યો હતો. જેમાં સોનાના સિક્કા ખરીદી કરવાના બહાને અઆવેલ ઈસમો નજર ચુકડી દુકાનના ટેબલના ગલ્લામાં રાખેલ સોનાના સિક્કા તથા સોનાનુ રો મટીરીયલ વજન આશરે ૨૭૨ ગ્રામ જેની કિંમત ૧૪,૧૪,૪૦૦ ના મુદામાલની ચોરી કરી નાસી ગયા હતા. જે બનાવને પગલે પોલીસ કંટ્રોલરૂમ તરફથી નાકાબંધી કરવામાં આવી હતી.

મોરબી પોલીસને પણ સુચના મળી હોય જેથી મોરબી એલસીબી ટીમ ચોરી કરનાર ગેંગને દબોચી લેવા તપાસ ચલાવી રહી હતી દરમીયાન બાતમીને આધારે મોરબીની રવિરાજ ચોકડી ખાતે વોચ ઓથાવતા GJ/01/UB/6708 વાળુ સ્કૂટર લઈને નીકળેલા ઇસમ ફિરોજઅલી મનસુરઅલી (ઉ.વ.૪૦) રહે. મુળ ભોપાલ વાળાને ઝડપી લેવાયો હતો.

ઝડપાયેલા ઈરાની ગેંગના સાગરીતે પોલીસ સમક્ષ કબુલાત આપી હતી કે ગુલામ અબ્બાસ શોકતઅલી શેખ રહે મુંબઇ વાળાએ આર્થીક સગવડ કરી આપી ટ્રેન રસ્તે અમદાવાદ બોલાવ્યો હતો.જ્યાંથી બસ પકડી તે ગાંધીધામ ખાતે ગયો હતો અને ગુલામ અબ્બાસ શોકતઅલી તથા ગુલામ નાશીરહુશેન શેખ રહે મુંબઇ વાળાને મળ્યો હતો. જ્યાંથી ભુજ ખાતે ત્રણેય ઈસમો આવ્યા હતા અને સોનીની દુકાનમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો અને ચોરી બાદ પ્લાન મુજબ ગુલામ અબ્બાસ શોકતઅલી શેખ મોપેડ GJ – 01 UB – 6708 લઇ અમદાવાદ જતો રહ્યો હતો. જયારે તેમજ ગુલામ અબ્બાસ શોકતઅલી શેખ તથા ગુલામ નાશીરહુસેન શેખ ચોરીમાં મળેલ મુદ્દામાલ લઇ અન્ય રસ્તેથી નાસી ગયા હોવાનું જાણવા મળ્યું છે.

એલસીબી ટીમે દબોચી લીધેલ આરોપી આરોપી તથા પકડાવાના બાકી ગુલામ અબ્બાસ શોકતઅલી શેખ અને ગુલામ નાશીરહુસેન શેખ ઇરાની ગેંગ સાથે સંકડાયેલ છે. ઝડપાયેલ આરોપી ભુજ પોલીસને સોપવા મોરબી એલસીબી ટીમે તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap