ફરી એક વિવાદાસ્પદ ફિલ્મને કારણે શરૂ થઈ રાજનીતિ, જાણો શું છે કારણ

OTT પ્લેટફોર્મ પર રિલિઝ થયેલી વેબ સિરીઝના કન્ટેન્ટ પર ફરી એકવાર હંગામો મચાવ્યો છે. આ વખતે થોડા દિવસો પહેલા રિલીઝ થયેલી વેબ સિરીઝ ‘એ સુટેબવ બોય’ના એક સીન પર બબાલ થઈ રહ્યો છે. રવિવારથી, યૂઝર્સ સોશ્યલ મીડિયા પર આ દ્રશ્યોને લઈને વાંધો ઉઠાવ્યો છે. યૂઝર્સ આ વેબ સિરીઝને બાયકોટ કરવાની સાથે નેટફ્લિક્સનો બહિષ્કારની માંગ કરી રહ્યા છે. યૂઝર્સ કહે છે કે,આ ફિલ્મમાં એક સીન છે જેણે હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે અને તે દ્રશ્ય હિન્દુ વિરોધી છે.

શું છે એ સીનમાં કે જેણે હંગામો મચાવ્યો છે ?

વેબ સીરીઝમાં આવો એક સીન છે, જેમાં મુખ્ય કલાકારો એક મંદિરમાં એકબીજાને કિસ કરતા જોવા મળી રહ્યા છે. આ કિસિંગ સીન થોડી સેકેન્ડનો છે, જેમાં મંદિર બેકગ્રાઉન્ડમાં જોવા મળે છે. એવો આરોપ છે કે વેબ સીરીઝમાં ત્રણ કિસિંગ સીન્સ બતાવવામાં આવ્યા છે, જેને અશ્લીલ ગણાવી રહ્યા છે. ગૌરવ તિવારીએ રેવામાં એફઆઈઆર નોંધાવ્યા બાદ આ સીન પર ખળભળાટ મચી ગયો છે અને ત્યારથી જ સોશિયલ મીડિયા પર નેટફ્લિક્સ અને ‘એ સ્યુટેબલ બોય’ ચર્ચામાં છે.

મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ ટ્વિટ કર્યું – ‘ઓ એટીટી મીડિયા પ્લેટફોર્મ પર “A Suitable Boy” નામની ફિલ્મ રિલીઝ થઈ છે. તે અત્યંત વાંધાજનક દ્રશ્યો બતાવે છે જે કોઈ ચોક્કસ ધર્મની લાગણીઓને ઠેસ પહોંચાડે છે. મેં પોલીસ અધિકારીઓને આ વિવાદિત કન્ટેન્ટની ચકાસણી કરવા નિર્દેશ આપ્યો છે. સાથે સાથે આગામી ટ્વીટમાં મિશ્રાએ લખ્યું છે – ‘પોલીસ અધિકારીઓ તપાસ કરશે અને કહેશે કે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા સંબંધિત ઓટીટી પ્લેટફોર્મ અને ફિલ્મના ડિરેક્ટર સામે કઇ કાનૂની કાર્યવાહી થઈ શકે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap