RSSના સેવાભાવી કાર્યકરો કોરોનામાં મરણ પામેલા દર્દીઓના મૃતદેહોના કરી રહ્યા છે.અંતિમ સંસ્કાર

ગોધરા,

પંચમહાલ જીલ્લામાં કોરોનાના કારણે દર્દીઓના મોત થઈ રહ્યા છે.કોરોનાના કેસોના કારણે દર્દીઓની અંતિમ વિધી કરવી એ મહત્વનો પ્રશ્ન થઈ પડે છે.ત્યારે આવી મહામારીમાં આરએસએસના ૨૫ જેટલા સેવાભાવી કાર્યકર્તાઓ માનવતાનૂ ઉત્તમ ઉદાહરણ પુરુ પાડીને કોરોના દર્દીઓના મૃતદેહોના અંતિમ સંસ્કાર કરી રહ્યા છે.

પંચમહાલ જીલ્લામાં કોરોના કેસોની સંખ્યા વધી રહી છે.કોરોનાના બીજા વેવમાં તેની અસર જોવા મળી રહી છે.ગોધરામાં પણ કોરોનાના કારણે કોવીડ દર્દીઓના મોત થઈ રહ્યા છે.કોરોના દર્દીઓના મોત થયા બાદ તેમના મૃતદેહને પરિવારજનોને સોપવામા આવતો નથી.માત્ર બે ત્રણ સગાને બોલાવીને અંતિમ વખત મોઢૂ જોવા બોલાવામાં આવે છે.જોકે આ સમય એકદમ દૂ:ખમય હોય છે.ભલભલાનુ હદય હચમચી જાયછે.ગોધરામા પણ કોરોનાથી મોતને ભેટેલા મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવાનું બીડૂ RSSના સેવાભાવી કાર્યકરોએ ઉપાડ્યુ છે.આ કાર્યકરો પીપીઈકીટ પહેરીને કોવીડની ગાઇડલાઈનનુ પાલન કરીને મૃતદેહોની અંતિમ વિધી કરે છે.તેમની સાથે આ સેવામાં જોડાવા પણ તેઓ અપીલ કરી રહ્યા છે.ગોધરા શહેરના બહેરામપુરા પાસે આવેલા મૂક્તિધામમા મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે.


નોધનીય છેકે કોરોનાથી મોત થઈ રહ્યા છે.જે ચિંતાજનક બાબતછે.ત્યારે વેકસીન અને માસ્કનો ઉપયોગ હાલમા જરુરી બની ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap