ઉના શહેરમાં તસ્કરો ત્રાટક્યા, બે રહેણાક મકાનમાં ચોરી અને એક મકાનના તાળા તૂટ્યા

કિશન બાંભણિયા,ગીર સોમનાથ: ઉના શહેરમાં મકરસંક્રાતીના તહેવાર નિમીતે મકાન માલીક બહાર ગયેલ હોય તસ્કરોએ તેનો લાભ ઉઠાવી  બંધ મકાનના દરવાજાના તાળા તોડી અંદર પ્રવેશ કરી સોના-ચાંદીના દાગીતા તેમજ રોકડ રકમની ચોરી કરી નાશી જતાં આ અંગેની ઊના પોલીસમાં ફરીયાદ નોધાતા પોલીસે તસ્કરોને પકડી પાડવા તપાસ હાથ ધરેલ છે.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ઊના શહેરમાં ગાયત્રી સ્કુલ પાસે આવેલ નિલકમલ સોસાયટી વિસ્તારમાં રહેતા યોગેશભાઇ નાગજીભાઇ સિધ્ધપુરા તેમજ બાજુમાં રહેતા કમલેશભાઇ નાથાભાઇ ટાંક આ બન્ને બંધ રહેણાંક મકાનમાં અજાણ્યા તસ્કરો ત્રાટક્યા હતા. અને બંધ મકાનને નિશાન બનાવી દરવાજાના તાળા તોડી અંદર પ્રવેશ કરી કબાટમાંથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ સહીત કુલ કિ.રૂ. 94 હજારના મુદામાલની ચોરી કરી નાશી છુટ્યા હોય મકાન માલીકે પોતાના ધરે શુક્રવારે આવી જોતા મકાનમાં દરવાજાના તાળા તુટેલા હાલતમાં અને અંદર વેરવિખેર હાલતમાં હોય આ અંગેની પોલીસે જાણ કરતા પોલીસ સ્થળ પર દોડી જઇ તપાસ હાથ ધરેલ આ અંગે યોગેશભાઇ સિધ્ધપુરાએ ઊના પોલીસમાં ફરીયાદ નોધાવતા પોલીસે ડોગસ્કોડની મદદથી તપાસ હાથ ધરવા કાર્યવાહી કરેલ આ ઉપરાંત શહેરના ઉન્નત નગર વિસ્તામાં રહેતા રોહિનીબા નરહરસિહ પરમારના મકાનના પણ તાળા તૂટ્યા હોય જેની તપાસ પી એસ આઇ ચુડાસમા કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap