મુસાફરો સાવધાન/ રીક્ષામાં બેસાડી છરીની અણીએ થઈ રહી છે લૂંટ, કેવી છે મોડસ ઓપરેન્ડી

રવિ નિમાવત,મોરબી: મોરબીના સિરામિક ફેકટરીમાં રહીને મજુરી કરતો યુવાન વીસીહાઈસ્કૂલ પાસેથી રીક્ષામાં પસાર થતો હોય. ત્યારે રીક્ષાચાલક અને બે અજાણ્યા ઇસમોએ યુવાનને છરી બતાવી મોબાઈલ અને રોકડ રકમની લૂંટ ચલાવી હતી. તો આવી જ મોડસ ઓપરેન્ડીથી શકત શનાળા નજીક લૂંટ કરવામાં આવી હોય. બે લૂંટના બનાવોથી ચકચાર મચી જવા પામી છે.

મોરબીના બંધુનગર નજીક ફોરમ સિરામિકમાં કામ કર પીન્ટુ ધુરૂપલાલ શ્રીવાસ્વત (ઉ.વ.22) નામના યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તા. ૦૬ ના રોજ વીસીહાઈસ્કૂલથી આગળ તે રીક્ષામાં બેસી પોતાના રૂમ પર જતો હોય.ત્યારે વીસી હાઈસ્કૂલથી થોરે આગળ રીક્ષા રોડની સાઈડમાં ઉભી રાખી છરી દેખાડી ધમકી આપીને રૂ ૬૦૦૦ અને મોબાઈલ નંગ ૦૨ કીમત રૂ ૮૦૦૦ સહીત કુલ રૂ ૧૪,૦૦૦ ની કિમતના મુદામાલની લૂંટ ચલાવી હતી એ ડીવીઝન પોલીસે રીક્ષાચાલક અને બે અજાણ્યા ઈસમો સામે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

જયારે અન્ય બનાવમાં ટંકારાના વીરપર નાલંદા વિદ્યાલય પાસે રહેતા સંજયશાહ બ્રહ્મદેશાહ તૈલી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તે શકત શનાળા રાજપર રોડ પર રીક્ષામાં જતો હોય ત્યારે રાજપર રોડ પર થોડે આગળ રીક્ષા ઉભી રાખી રીક્ષા ચાલક અને અન્ય ઇસમોએ છરી બતાવી ધમકી આપી રોકડ રકમ રૂ ૭૨૦૦ અને મોબાઈલ કીમત રૂ ૩૦૦૦ સહીત કુલ રૂ ૧૦,૨૦૦ ની લૂંટ ચલાવી હતી એ ડીવીઝન પોલીસે રીક્ષાચાલક અને બે અજાણ્યા ઈસમો સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap