દિલ્હીમાં ખેડૂતોનો પ્રદર્શન યથાવત છે, અનેક સ્થળોએથી ઘર્ષણ થયાના અહેવાલો મળી રહ્યા છે, ત્યારબાદ પોલીસે આંસુ ગેસના શેલ છોડવા પડ્યા હતા. ત્યાર એક ખેડૂતનાં મોતનાં સમાચાર પણ મળી રહ્યા છે. ભિવાનીમાં માર્ગ અકસ્માતમાં એક ખેડૂતનું મોત નીપજ્યું છે. ખેડૂતો ભિવાની થઇને દિલ્હી જઇ રહ્યા હતા, ત્યારે મુઢાલ પાસેના બેરિયર પર માર્ગ અકસ્માત સર્જાયો હતો.
ટિકરી બોર્ડર પર ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ
દિલ્હી-બહાદુરગઢ હાઈ-વે નજીક ટિકરી બોર્ડર પર ખેડૂતોની વિરોધ કૂચને વેરવિખેરવા કરવા માટે દિલ્હી પોલીસ વોટર કેનન અને ટીઅર ગેસના શેલનો આશરો લેવો પડ્યો છે. કૃષિ બિલનો વિરોધ કરી રહેલા અને દિલ્હીમાં પ્રવેશ કરતા ખેડૂતો અને સુરક્ષા દળો વચ્ચે સંઘર્ષ થયો. ટિકરી બર્ડર પર, ઘણા ખેડૂતો અર્ધલશ્કરી દળો અને દિલ્હી પોલીસના સુરક્ષા ઘેરાને તોડવાની કોશિશ કરતા જોવા મળ્યા હતા, જ્યારે સુરક્ષા દળો આંસૂ ગેસથી સજ્જ બંદૂકો અને અન્ય પગલાંથી કૂચ અટકાવતા જોવા મળ્યા હતા.
રાજધાની દિલ્હીમાં ખેડૂતોના પ્રદર્શનને જોતા સાવચેતીના પગલે, દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (ડીએમઆરસી) એ શુક્રવારે ગ્રીન લાઇન પરના છ મેટ્રો સ્ટેશન બંધ કર્યા છે. ડીએમઆરસીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, ગ્રીન લાઇન પર બ્રિજ હોશિયારસિંહ, બહાદુરગઢ સિટી, પંડિત શ્રીરામ શર્મા, ટીકરી બોર્ડર, ટીકરી કલાં અને ઘેવર સ્ટેશનોના પ્રવેશ અને બહાર નીકળવાના દરવાજા હવે બંધ છે.
