કેન્દ્રના કૃષિ કાયદા સામે ખેડૂતનો વિરોધ યથાવત છે. કૃષિ કાયદાઓ પરની મડાગાંઠને પૂર્ણ કરવા માટે સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે એક બેઠક પણ યોજાવાની છે. કિસાન આંદોલન અંગે ઘણા બોલિવૂડ કલાકારો અને પંજાબી કલાકારો પણ તેમનું સમર્થન કરી રહ્યા છે. આ સાથે જ તાજેતરમાં બોલિવૂડ અભિનેતા રિતેશ દેશમુખે પણ ખેડૃતો વિશે ટ્વીટ કર્યું છે, જેમાં તેમણે કહ્યું હતું કે જો તમે આજે ખાવ છો તો તે માટે ખેડૂતનો આભાર.
રિતેશ દેશમુખે પોતાના ટ્વિટમાં ખેડૂતોનો આભાર માનતા લખ્યું કે, “જો તમે આજે ખાતા હોય તો તે માટે ખેડૂતનો આભાર. હું આપણા દેશના દરેક ખેડૂત સાથે એકજુટતાથી ઉભો રહ્યો છું.” ” રિતેશ દેશમુખના આ ટ્વીટ પર ચાહકો પણ ભારે ટિપ્પણી કરી રહ્યા છે.
If you eat today, thank a farmer.
I stand in solidarity with every farmer in our country. #JaiKisaan
— Riteish Deshmukh (@Riteishd) December 5, 2020
આ પહેલીવાર નથી જ્યારે રિતેશ દેશમુખે આ પ્રકારના મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય રજૂ કર્યો છે. ખેડૂતોથી લઈને રાજકીય અને સામાજિક મુદ્દાઓ સુધી રિતેશ દેશમુખ વારંવાર ટ્વીટ કરતા જોવા મળે છે.
ખેડૂત સંગઠનો સાથે ચર્ચા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસ સ્થાને ખેડૂત વિરોધ પ્રદર્શન અંગે મહત્વની બેઠક મળી હતી. સૂત્રોએ આ અંગે માહિતી આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર અને વાણિજ્ય પ્રધાન પીયુષ ગોયલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સરકાર ખેડૂત સંગઠનો સાથે વાતચીત કરવા જઈ રહી છે. સરકારનો પ્રયાસ કૃષિ કાયદા અંગેના ગતિવિધિને સમાપ્ત કરવાનો છે.
