કેરળના કોઝિકોડમાં આંતરડાના સંક્રમણ ‘શિગેલા’થી 11 વર્ષીય બાળકનું મોત નીપજ્યું છે, જેના કારણે આ સંક્રમણને લઈને લોકોમાં ભયનું વાતાવરણ ઉભું થયું છે.
ઉત્તર કેરળના કોઝિકોડ જિલ્લામાં શિગેલા સંક્રમણના વધતા જતા કેસને કારણે કેરળમાં ભયનો માહોલ સર્જાયો છે. જોકે, રાજ્યના આરોગ્ય વિભાગનું કહેવું છે કે, ગભરાવાની જરૂર નથી. નિષ્ણાતો સંક્રમણના મુખ્ય સ્રોત શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. આરોગ્ય વિભાગે કહ્યું કે, અત્યાર સુધીમાં 6 લોકોના સંક્રમિત થયાની પુષ્ટિ થઈ છે અને સંક્રમણના 26 અન્ય શંકાસ્પદ કેસ છે.
શિગેલા ઇન્ફેક્શન શું છે?
શિગેલોસિસ એક સંક્રમિત બીમારી છે, જેને શિગેલા નામના બેક્ટેરિયાના ગ્રુપને કારણે થાય છે. શિગેલા ઇન્ફેક્શન એમીબિક અથવા મરડો સૌથી મોટું કારણ માનવામાં આવે છે. સામાન્ય રીતે 5 વર્ષથી નાના બાળકોમાં સંક્રમણનું જોખમ વધારે હોય છે.
શિગેલા ઇન્ફેક્શનના લક્ષણો શું છે?
આ બેક્ટેરિયાથી સંક્રમિત લાગ્યાના એક અઠવાડિયામાં, દર્દીના શરીરમાં આ લક્ષણો જોવા મળે છે. પેટમાં દુ:ખાવો, કળતર અથવા સોજો, તાવ,અતિસાર,ઉબકા,ઉલટી. જો કે, એવા પણ કિસ્સા છે કે, જેમાં સંક્રમિત લોકોમાં આવા લક્ષણો જોવા મળ્યા નથી.
શિગેલા ઇન્ફેક્શન કેવી રીતે થાય છે?
શિગેલા ઇન્ફેક્શન ત્યારે થાય છે જ્યારે તે તેના સંક્રમિત વ્યક્તિના મળ દ્વાર બેક્ટેરિયાના સંપર્કમાં આવે છે. એવુ એવી જગ્યાઓ પર થઈ શકે છે,જ્યા સાફ-સફાઈ થતી નહોય. સામાન્ય રીતે સંક્રમિત ખોરાક ખાવાથી અથવા પાણી અથવા દૂષિત પાણીમાં નાહ્વાથી ટ્રાન્સફર થાય છે.
સ્વચ્છતાની કાળજી ન લેવી, બાળકના ડાયપરમાં ફેરફાર કર્યા પછી હાથ ન ધોવા, અથવા શિગેલાથી પીડિત વ્યક્તિના સંપર્કમાં આવવાને કારણે પણ ઇન્ફેક્શન લાગી શકે છે.
એકવાર બેક્ટેરિયા શરીરમાં પ્રવેશ કરે છે, તે કોલોન (મળાશય)ના એપિથેલિયસ લાઈનિંગ પર અટેક કરે છે, ત્યારબાદ ઈન્ફ્લેમેશન અને કોષિકાઓનીને નુકસાન પહોંચે છે.
કયા લોકોને શિગેલા ઇન્ફેક્શનનું જોખમ વધારે છે?
મેયો ક્લિનિક અનુસાર, બાળકો, ગંદકીમાં રહેતા અથવા મુસાફરી કરતા લોકોને શિગેલા ઈન્ફેક્શનનું જોખમ વધારે છે. સાથે જે લોકો અસુરક્ષિત સેક્સની પ્રેક્ટિસ કરે છે તેમને પણ સંક્રમણનું જોખમ હોઇ શકે છે.
શિગેલાના સંક્રમણથી કેવી રીતે સાજા થઈ શકાય છે ?
સામાન્ય રીતે શિગેલા જીવલેણ અથવા ખૂબ ગંભીર નથી. મોટાભાગના કેસોમાં, વધુને વધુ પ્રવાહી લેવું એટલે કે પ્રવાહી આહાર અને આરામ લેવાથી દર્દીને ફાયદો થઈ શકે છે. પરંતુ જો આ મામલો ગંભીર છે, તો પછી ડોક્ટરને બતાવીને દવાઓ લેવી જરૂરી છે અથવા એડમિટ પણ થવુ પડી શકે છે.
શિગેલા ઇન્ફેક્શનથી બચવા માટે શું કરવું જોઈએ?
સૌથી મહત્વનું છે સાફ-સફાઈનું ધ્યાન રાખવુ.કોરોના કાળમાં હેન્ડ હાઈજીન પર શરૂથી જ ભાર મુકવામાં આવી રહ્યો છે.આ વાત બધાજ પ્રકારના ઈન્ફેક્શનથી બચવા માટે લુગ પડે છે.
શિગેલાના ઇન્ફેક્શનથી બચાવા માટે જરૂરી છે,ખોરાક લેતી વખતે સાફ સફાઈનું ધ્યાન રાખવુ જરૂરી છે. જમતા પહેલા હાત ધોવા ખૂબજ જરૂરી છે.સ્વચ્છ પાણી અથવા ગરમ પાણી પીવું જોઈએ.
