રાજકોટ: 4 દિવસમાં મકાન ખાલી કરવાની નોટિસ મળતા રહીશોનો મનપામાં હંગામો, પોલીસે કર્યો લાઠીચાર્જ

વિનય પરમાર,રાજકોટ: શહેરના ભગવતીપરા નજીક આજીનદી કાંઠે રહેતા પરિવારોને 4 દિવસમાં મકાન ખાલી કરવા મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપતા સ્થાનિક રહીશો દ્વારા મનપા કચેરીનો ઘેરાવ કરી અને વિરોધ કરવામાં આવ્યો હતો અને તંત્ર દ્વારા અન્યાય કરવામાં આવ્યો હોવાની રાવ કરી હતી. વિરોધ કરી રહેલી મહિલાઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને ઘણા લોકોની અટકાયત પણ કરી હતી.

રાજકોટ: 4 દિવસમાં મકાન ખાલી કરવાની નોટિસ મળતા રહીશોનો મનપામાં હંગામો, પોલીસે કર્યો લાઠીચાર્જ

મહાનગરપાલિકા કચેરીમાં આવેલા ટોળાએ પોતાની વ્યથા જણાવતા કહ્યુ હતુ કે અમે વર્ષોથી ભગવતીપરામાં આજીનદીના કાંઠે રહીએ છીએ અને લાઈટ બિલ, વેરા બિલ, પાણી વેરો સહિત તમામ કર વર્ષોથી ભરીએ છીએ અને હાલ તંત્ર દ્વારા નોટિસ આપી અને 4 દિવસમાં મકાન ખાલી કરવા કહી દેવામાં આવ્યું છે.આ પરિસ્થિતિમાં મકાન વગર ક્યાં રહેવા જવું તેવી હૈયાવરાળ ઠાલવી હતી.

રાજકોટ: 4 દિવસમાં મકાન ખાલી કરવાની નોટિસ મળતા રહીશોનો મનપામાં હંગામો, પોલીસે કર્યો લાઠીચાર્જ

વધુમાં રહીશોએ જણાવ્યું કે અમારે નાના ભૂલકાઓ છે તેમનું ભવિષ્ય અહીં જોડાયેલું છે સરકાર દીકરી બચાવોનો નારો આપે છે પણ અમારી દીકરીઓને જ બેઘર કરવામાં આવી રહી છે ત્યારે અમોને ન્યાય નહિ મળે તો ઉગ્ર આંદોલન કરવામાં આવે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap