રેશ્મા પટેલે રૂપાણી અને જવાહર ચાવડાનો ફોટા રાખી કાઢી નનામી, જુઓ વીડિયો

ભાવેશ રાવલ,જૂનાગઢ: જિલ્લાના માણાવદરમાં NCP મહિલા પ્રદેશ પ્રમુખ રેશ્મા પટેલ અને NCP હોદ્દેદારો દ્વારા ભર બજારમાં ભાજપની નનામી કાઢીને ભાજપ તારા વળતા પાણી હાય હાય… ના નારા લગાડી આકરો વિરોધ પ્રદર્શન કર્યું હતું.

રેશમા પટેલે જણાવ્યું કે, કોરોના જેવી મહામારીમાં લોકોની આર્થિક કમર તૂટી ચૂકી છે. ત્યારે જનતાનું હિત વિચાર્યા વગર ભાજપ શાસિત માણાવદર નગરપાલિકાએ દરેક કરવેરામાં ખૂબ જ મોટો વધારો કર્યો છે. એ વાતનો એનસીપી સતત વિરોધ કરી રહ્યાં છીએ અને ભાજપના મંત્રી જવાહરભાઈ ચાવડા માત્ર તમાશો જોઇ રહ્યા છે.

માણાવદરથી લઇ દરેક ગામડાઓ પાણી રોડ રસ્તા લાઈટ બત્તી જેવી પ્રાથમિક સુવિધાઓથી પણ હજુ વંચિત છે. ખેડૂતોની હાલત દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે,ત્યારે ભાજપની ગુંડા શાહી સામે દબંગથી અવાજ ઉઠાવતા રહેશું. રેશ્મા પટેલે વધુમાં જણાવેલ કે અમે એન.સી.પી પાર્ટી દરેક ગામડાંઓમાં ફરીને જનસંપર્ક કરી અને વાસ્તવિક પરિસ્થિતિ જાણીએ છીએ અને પરિસ્થિતિ સુધારવા માટે જે તે જવાબદાર તંત્રને રજૂઆત પણ કરીએ છીએ, આ જ રીતે ભારતીય જનતા પાર્ટીની માર્કેટિંગની રાજનીતિ સામે વાસ્તવિક પરિસ્થિતિ ઉજાગર કરતા રહેશું અને જનતાને જાગૃત કરી રાજકીય પરિવર્તન માટે આહવાન કરતા રહેશું.

પોલીસ તંત્ર દ્વારા અટકાયત કરી લેવામાં આવી પણ અમે ડરતા નથી અમે ncp સૈનિકો પ્રજા માટે લડતા રાઈશુ. માણાવદર પોલીસ દ્વારા અટક કરીને ૧૮૮ કલમ મુજબ કાર્યવાહી કરવામાં આવેલ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap