ઉત્તરાખંડ દુર્ઘટના: બચાવ ટીમ ટનલમાં આગળ જવામાં અસમર્થ, 30 થી વધુ લોકો અંદર ફસાયા

નવી દિલ્હી: તપોવનમાં પાવર પ્રોજેક્ટની બીજી ટનલમાં NDRF,ITBP,SDRFની ટીમ 100 મીટરથી આગળ જઇ શકતી નથી. આ માટે ફક્ત મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે,આ ટનલની અંદર ઘણો કાટમાળ છે. એક અંદાજ મુજબ લગભગ 35 મજૂરો ટનલના ટી-પોઇન્ટ નજીક ફસાયેલા હોઈ શકે છે.

બચાવકર્તાઓ છેલ્લા 30 કલાકથી સતત ટનલમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા છે. અંગર કાદવ અને કિચડ હવે મશીન દ્વારા સાફ કરવામાં આવી રહ્યા છે. ટીમ વિશેષ કેમેરો માઉન્ટ કરી સ્નિફર ડોગ સાથે અંદર જાઈ રહ્યા હતા, પરંતુ વધેલી કાદવને લીધે, તે આગળ વધવા માટે સમર્થ નથી.

ઉત્તરાખંડ પોલીસના જણાવ્યા અનુસાર ગુમ થયેલા લોકોની સંખ્યા હવે વધીને 197 થઈ ગઈ છે, જેમાંથી 35 લોકો સુરંગમાં ફસાયેલા હોવાનો અંદાજ છે. 20 ના મૃતદેહને જુદા જુદા સ્થળોએથી બહાર કાઢવામાં આવ્યા છે. ઉત્તરાખંડ પોલીસે આ દુર્ઘટનામાં ફસાયેલા લોકોના પરિવારજનો માટે એક હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. તેની સહાયથી સોમવારે એવા અહેવાલો આવ્યા હતા કે હજી વધુ 5 લોકો મળ્યા નથી. તપોવનની નાની ટનલમાંથી બચાવ, 12 લોકોને સુરક્ષિત રીતે બચાવવામાં આવ્યા છે.

અહીં સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે આ દુર્ઘટનાને પહોંચી વળવા ભારતને મદદનો હાથ લંબાવ્યો છે એન્ટોનિયોએ કહ્યું કે, જો ભારતને બચાવ કામગીરીમાં કોઈ પણ પ્રકારની મદદની જરૂર હોય તો અમે આપણા સંસાધનોમાં મદદ કરવા તૈયાર છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap