મુંબઈ પોલીસે TRP કૌભાંડમાં મોટી કાર્યવાહી કરતા રિપબ્લિક ટીવીના CEO વિકાસ ખાનચંદાનીની ધરપકડ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે, તેની રવિવારે સવારે તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં મુંબઈ પોલીસે અત્યાર સુધીમાં 13 લોકોની ધરપકડ કરી છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે,બપોરે તેને મુંબઈ ફોર્ટ કોર્ટમાં રજૂ કરી શકાય છે. મુંબઇ પોલીસ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમને ચેનલ દ્વારા કરવામાં આવતી છેતરપિંડીની જાણ કરવામાં આવી હતી.
વિકાસ ખાનચંદાની એ વોટ્સએપ ગ્રુપનો ભાગ હતો. જેમાં એલસીએન (લેન્ડિંગ ચેનલ નંબર) ચર્ચા થઈ હતી. ક્રાઇમ બ્રાંચે પોતાની ચાર્જશીટમાં જણાવ્યું છે કે, બાર-ઓ-મીટરની હેરાફેરી કરીને ટીઆરપીની છેતરપિંડી કરવા ઉપરાંત, કેબલ ઓપરેટરોનો સંપર્ક કરવો અને એલસીએન અને એલસીએન પ્રમોશન માટે પણ રિપબ્લિક ટીવી દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો.
રિપબ્લિક ટીવીના ડિસ્ટ્રિબ્યુશન હેડ ઘનશ્યામ સિંહને જામીન મળ્યાના દિવસો બાદ ખાનચંદાનીની ધરપકડ કરવામાં આવી છે. ઓક્ટોબરમાં ક્રાઇમ બ્રાંચે ખાનચંદાનીને પૂછપરછ માટે બોલાવી હતી.
