ઉત્તરાખંડ દુર્ઘટના: રાહત કામગીરી ચાલુ, 125થી વધુ લોકોના મોતની આશંકા,જાણો વિગતો

નવી દિલ્હી: ઉત્તરાખંડના ચમોલીમાં રવિવારે ગ્લેશિયર તૂટવાથી આવેલી આપદા બાદ રાહત અને બચાવ કામગીરી ઝડપી ગતિએ ચાલી રહી છે. આ સાથે જ આ ઘટનામાં અનેક લોકોના મોત થવાની પણ આશંકા છે. ચમોલી જિલ્લા વહીવટીતંત્રે પુષ્ટિ આપી છે કે અત્યાર સુધીમાં 8 મૃતદેહો મળી આવ્યા છે અને હજી પણ 125થી વધુ લોકો લાપતા છે. રાત્રે પણ બચાવની કામગીરી ચાલુ છે. આર્મી, એરફોર્સ, એનડીઆરએફ, આઇટીબીપી અને એસડીઆરએફની ટીમો રાહત અને બચાવ કામગીરી માટે સ્થાનિક વહીવટીતંત્ર સાથે મળીને કામ કરી રહી છે.

આ દરમિયાન એવા સમાચાર છે કે,ગ્લેશિયર તૂટી ગયા બાદ તપોવન પાસે તળાવ બન્યું છે. હવે આ તળાવની જળ સપાટી સતત વધી રહી છે. આ રીતે, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ (ડીએમ)એ સાવચેતીના પગલા તરીકે ટિહરી ડેમમાંથી પાણી છોડવાની સૂચના આપી છે. ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલી આપદા બાદ પોલીસ વહીવટીતંત્રે હરિદ્વાર અને ઋષિકેશમાં પણ એલર્ટ જારી કર્યું છે.

લોકોને નદી કિનારે ન જવાની અપીલ કરવામાં આવી રહી છે. સાથે પ્રશાસન ટીમને ગંગા કિનારે રહેતા લોકોને દૂર કરી છે. નુકસાનનું આકલન ચાલુ છે, જ્યારે તેનું કારણ પણ શોધી કાઢવામાં આવી રહ્યું છે. સાથે દુર્ઘટનામાં મૃતકના પરિવારને છ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં રાજ્ય સરકાર ચાર અને કેન્દ્ર સરકારને બે લાખ રૂપિયાની સહાય રકમ આપશે.

ઉત્તરાખંડમાં ગ્લેશિયર તૂટવાથી ઘટના અંગે આઈજી, એનડીઆરએફે જણાવ્યું હતું કે વિવિધ એજન્સીઓ કામ કરી રહી છે. અમે ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બચાવવા પ્રયાસ કરી રહ્યા છીએ. ટનલની બહાર ફસાયેલા લોકોને આઇટીબીપી દ્વારા બહાર કાઢવામાં આવ્યા છે. જેઓ ટનલની અંદર ફસાયેલા લોકોને બચાવવા કામગીરી ચાલુ છે.

હજુ સુધી 25 લોકોનું રેસક્યુ કરવામાં આવ્યું છે. તેમાંથી 12 લોકોને તપોવનથી બચાવવામાં આવ્યા છે. સાથે રેની દ્વારા 13 લોકોનું રેસક્યું કરવામાં આવ્યું છે. 250 મીટર લાંબી ટનલમાં બચાવ કામગીરી હજી ચાલુ છે. ઉત્તરાખંડના સીએમ ત્રિવેન્દ્રસિંહ રાવતે કહ્યું કે, “125 થી વધુ લોકો ગુમ છે, કેન્દ્રએ દરેક શક્ય મદદ કરી છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap