જાણીતા પબ્લિક હેલ્થ એક્સપર્ટ્સ દ્વારા કરાયેલા સર્વેમાં સામે આવ્યુંછે કે, વેક્સિનેશન બાદ 66% સ્વાસ્થ્યકર્મિઓને સાઈડ ઈફેક્ટ અથવા ‘રિએક્ટોજેનસી’ થવાની સંભાવના છે. આ સાઈડ ઈફેક્ટ પણ એક દિવસમાં નોંધપાત્ર ઘટાડો થાય તેવી સંભાવના છે.
સર્વેમાં 5,396 લોકો પાસેથી માહિતી એકત્રિત કરવામાં આવી હતી. કોવિડ વેક્સિન લેનારા બધા સ્વાસ્થ્યકર્મિઓમાં, 66% રસીકરણ બાદ હળવી સાઈડ ઈફેક્ટ થયાની વાત કહી છે.
સર્વે કરનારાઓએ જણાવ્યું હતું કે, વેક્સિનેશન બાદ તેઓએ અનુભવેલા સૌથી સામાન્ય લક્ષણો હતાં.
માયલ્જિયા (44%)
તાવ (34%)
માથાનો દુ:ખાવો (28%)
ઈન્જેક્શન વાળી જગ્યા પર પીડા (27%)
સાંધાનો દુ:ખાવો (12%)
ઉબકા (8%)
અતિસાર (3%)
થાક (45%)
સર્વે સ્ટડીમાં એ પણ કહેવામાં આવ્યું છે કે “ગળામાં ખરાશ, અનિદ્રા, એલર્જિક ફોલ્લીઓ, ઠંડી, ઉલ્ટી, સિનકોપ જેવા અન્ય લક્ષણો 1% કે તેથી ઓછા જોવા મળ્યા હતાં.”
લોકોમાં જોવા મળતા લક્ષણો એટલા ગંભીર નહોતા કે તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. આ ઉપરાંત, સર્વેએ એ પણ નોંધ્યું છે કે 90% કેસોમાં, લક્ષણો કાં તો ધારણા કરતા હળવા હતા અથવા વેક્સિન પ્રાપ્તકર્તા દ્વારા અપેક્ષા મુજબ હતાં.
આ દરમિયાન સર્વેમાં અહેવાલ આપ્યો છે કે, મોટાભાગના લોકોમાં આડઅસરો 24 કલાકથી વધુ સમય સુધી ટકી ન હતી. 37% (1,225) લોકોએ નોંધ્યું છે કે તેમના લક્ષણો એક દિવસ કરતા વધુ સમય સુધી ચાલતા નથી, જ્યારે 31% લોકોએ દર્શાવ્યું હતું કે તેમના લક્ષણો 48 કલાક સુધી નિરસ રહે છે, જ્યારે ફક્ત 6% લોકોએ દાવો કર્યો હતો કે તેમના લક્ષણો 48 કલાક સુધી ચાલે છે, જ્યારે ફક્ત 6% 48 કલાકથી વધુ સમય સુધી લક્ષણો હોવાના અહેવાલ છે.
સર્વેના સંશોધકોમાંના એક એવા ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના પૂર્વ અધ્યક્ષ ડો. રાજીવ જયદેવને કહ્યું હતું કે, “જો (રસી) લીધા પછી 5,000થી વધુ લોકોએ વધુ ગંભીર સમસ્યાઓ નોંધાવી નહીં, તો તે ખાતરી આપી શકશે કે સામાન્ય લોકો આ વેક્સિન લઈ શકે છે.”
સર્વેમાં ઉંમર અને પોસ્ટ-વેક્સિનેશન લક્ષણો વચ્ચેના જોડાણ જોવા મળ્યું છે. ઉંમરની સાથે વેક્સિનની રિએક્ટિવિટીમાં ઘટાડો આવ્યો છે, એટલે કે વૃદ્ધત્વ સાથે લક્ષણોમાં ઘટાડો થવાની સંભાવના છે.
લક્ષણોને 20-29 વર્ષની ઉંમરના ઉત્તરદાતાઓમાં 81.34 ટકા સાથે સૌથી વધુ સામે આવ્યું છે. ત્યાર બાદ 30-39 વર્ષ (79.57%), 40-49 વર્ષ (67.94%), 50-59 વર્ષ (58.2%), 60-69 વર્ષ(44.76%), 70-79 વર્ષ (33.73%), અને 80-89 વર્ષ (7.43%) રહ્યું છે.
