ડીસામાં હાઈ-વે ઓથોરિટીએ સરકારી જમીન પર કર્યો કાટમાળ, જાણો પછી શું થયું

બનાસકાંઠા: ડીસામાં હાઇવે ઉપર ૨૦૦ કરોડના માતબર ખર્ચે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહ્યું છે. જો કે બ્રિજ બનાવતી કમ્પની દ્વારા સરકારની કોઈ જ પૂર્વ મંજૂરી સિવાય હવાઈ પીલર નજીકના ગ્રાઉન્ડમાં માટીના ઢગ અને કાટમાળ નાખવામાં આવ્યો હતો. આ અંગે એક જાગૃત નાગરિક દ્વારા આર.ટી. આઈમાં માહિતી માંગતા પાંચ માસ અગાઉ ડીસા નાયબ કલેકટર દ્વારા સરકારી જગ્યાનો ઉપયોગ કરવા બદલ તેના ભાડા પેટે રૂપિયા ૬૫,૬૬,૮૭૫ નો દંડ ફટકાર્યો હતો અને આ રકમ સાત દિવસમાં ભરપાઈ કરવાની નોટિસ પણ ફટકારી હતી. જો કે આજદિન સુધી હાઇવે ઓથોરિટી દ્વારા આ દંડની રકમ ભરપાઈ કરવામાંના આવતા ડીસા મામલતદાર દ્વારા દંડની રકમ તાત્કાલિક ભરપાઇ કરવા નોટિસ ફટકારી છે.

ડીસા હાઇ-વે ઉપર રચના કન્ટ્રક્શન કમ્પની દ્વારા ઓવરબ્રિજ બનાવવાની કામગિરી શરૂ કરવામાં આવી છે આ કમ્પની દ્વારા કોઈપણ જાતની મંજુરી કે પરવાનગી વિના હવાઈ પીલર નજીકના ખુલ્લા ગ્રાઉન્ટમાં માટીના ઢગલા અને કાટમાળ નાખવામાં આવ્યો હતો. આ મામલે ડીસાના એક જાગૃત નાગરિક દ્વારા આર. ટી. આઈ. હેઠળ માહિતી માંગતા સરકારી જગ્યાનો ભાડા વિના ઉપયોગ કરવાની બાબત બહાર આવી હતી અને જાગૃત નાગરિક દ્વારા ભાડું વસુલવામાં માટે નાયબ કલેકટર એચ. એમ. પટેલને રજુઆત કરતા નાયબ કલેકટર દ્વારા હાઇવે ઓથોરિટીને સરકરી જગ્યા નો ૩૯૫ દિવસ સુધી ઉપયોગ કરવા બદલ ભાડા પેટે રૂ. ૩૭,૫૨,૫૦૦, લોકલ ફંડ પેટે રૂ. ૧૮,૭૬,૨૫૦ તેમજ કેળવણી સેશ પેટે રૂ. ૯,૩૮,૧૨૫ મળી કુલ રૂપિયા ૬૫,૬૬,૮૭૫ નો દંડ ફટકારી આ રકમ સાત દિવસમાં કસ્બા તલાટીને ભરપાઈ કરી તેની પાવતીઓ બતાવવા હુકમ કર્યો હતો જોકે આ વાત ને પાંચેક માસ જેટલો સમય થઈ જવા છતાં આજદિન સુધી હાઇવે ઓથોરિટી દ્વારા આ રકમ ભરપાઈ કરવામાં ના આવતા ગતરોજ ડીસા શહેર મામલદાર લાલજીભાઈ મકવાણાએ આ દંડની રકમ તાત્કાલિક ભરપાઈ કરવા વધુ એક નોટિસ ફટકારી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap