રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં : RBI

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકિંતા દાસે જાહેરાત કરી છે કે રેપો રેટમાં કોઇ ફેરફાર કર્યા વિના 4% રહેશે. એમએસએફ દર અને બેંક દર કોઈપણ ફેરફાર કર્યા વગર 4.25 ટકા રહેશે. રિવર્સ રેપો રેટ પણ કોઈ ફેરફાર કર્યા વગર 3.35 ટકા રહેશે. સમિતિએ નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી કોરોનાની અસર પૂર્ણ ન થાય ત્યાં સુધી ફક્ત સહકારી અભિગમ જળવાશે.

2021-22 માં વાસ્તવિક જીડીપી વૃદ્ધિ દર 9.5% હોવાનો અંદાજ છે, તે પ્રથમ ક્વાર્ટરમાં 18.5%, બીજા ક્વાર્ટરમાં 7.9%, ત્રીજા ક્વાર્ટરમાં 7.2% અને ચોથા ક્વાર્ટરમાં 6.6% હશે

શકિતિકંતા દાસે કહ્યું કે 2021-22માં સીપીઆઈ ફુગાવાનો દર 5.1% હોવાનો અંદાજ છે.

આરબીઆઈની નાણાકીય નીતિ સમિતિની ત્રણ દિવસીય બેઠક 2 જૂનથી શરૂ થઈ હતી. આ વખતે આરબીઆઈ સામે સૌથી મહત્વનો મુદ્દો ફુગાવાનો છે. દેશના અનેક શહેરોમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયા સુધી પહોંચી ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap