ગુરુનો મકર રાશીમાં પ્રવેશ, ધાર્યુ ફળ જોતું હોય તો આ રહ્યો ઉપાય

આગમના એંધાણ :-
ભારતીય સંસ્કૃતિમાં “અતિથિ દેવો ભવ:” માનવામાં આવે છે. ભાગ્યશાળીના ઘરે મહેમાન આવે છે. મહેમાનનું સ્વાગત કરવું તે આપણી વૈદિક પરંપરા રહેલી છે. આ માટે અગામી તા. 20 થી ગુરુ ગ્રહનું ધનુ રાશિ માંથી મકર રાશિમાં પ્રવેશ” થશે એટલે તેનું જયોતિષની વૈદીક પધ્ધતિથી સ્વાગત કરવાથી ગુરૂગ્રહના શુભ કારકત્વમાં વધારો થશે. ગુરૂ ગ્રહનું મુળભુત કારકત્વ વિદ્યા, ધન, સંતાન, જ્ઞાન, ડાહપણ બ્રાહ્મણત્વ તથા વિશાળતા વગેરેનો કારક ગણાય છે. આ માટે તેનું નીચે દર્શાવ્યા મુજબ સ્વાગત કરવું વધારે હિતકારી બની રહેશે.

ગુરુ ગ્રહનું કઈ રીતે સ્વાગત કરવું
(૧)ગાયના શુદ્ધ ઘીનો દીવો કરવો
(૨)પોતાના ગુરુને પોતાના કલ્યાણ માટે પ્રાર્થના કરવી.
(૩)પરિવારના દરેક સભ્યોએ કાંડા પર પીળા કલરનો દોરો બાંધવો.
(૪)ગુરુ મંત્ર “ૐ રિમ્ ગુરુવે નમઃ” ના જાપ કરવા
(૫)ચણાની દાળ,પીતાંબર, ચંદન ગુપ્ત દક્ષિણા ગુરુને અથવા બ્રાહ્મણને અર્પણ કરવા.
(૬)આ દિવસે કોઈને ઉછીના રૂપિયા આપવા નહીં.
(૭)બેન્કમાંથી લોન પણ ન લેવી શક્ય હોય તો
(૮)યાત્રા પ્રવાસ પણ મુલત્વી રાખવા
ઉપરોક્ત માંથી કોઈપણ ત્રણ પ્રયોગ કરવાથી મકર રાશિનું ભ્રમણ વધારે લાભદાયી નીવડશે. આ પરિભ્રમણ દરમિયાન આર્થિક સામાજિક તથા આકસ્મિક શુભ સમાચાર મળી શકે છે. લાંબા સમયના અટવાયેલા કાર્યો પૂર્ણ થશે. માન-સન્માન પ્રતિષ્ઠામાં વધારો નિશ્ચિત રીતે જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap