સગીરાને મોડી રાત્રેના બાઈકમાં બેસાડી લઈ ગયો, ફોટો વાયરલ કરવાની ધમકી આપી આચર્યું દુષ્કર્મ

રવિ નિમાવત,મોરબી: મોરબીમાં દુષ્કર્મ, હત્યા જેવા ગુન્હાઓ સામાન્ય બની ગયા છે. પોલીસ કે કાયદાનો ડર ગુનેગારોને રહ્યો ના હોય તેમ એક બાદ એક ગંભીર કહેવાતા ગુન્હા સામાન્ય રીતે બની રહ્યા છે. જેમાં વધુ એક દુષ્કર્મના બનાવમાં એક ઇસમ મોડી રાત્રીના સગીરાને બાઈકમાં બેસાડી લઇ ગયો હતો અને ફોટો વાયરલ કરવાની ધમકી આપી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે.

મોરબીમાં વધુ એક દુષ્કર્મનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક ઇસમેં સગીરાને ફોટા વાયરલ કરવાની ધમકી આપી અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. તેમજ ગત તા. ૨૩ના રોજ બાઈકમાં લઇ જઈને બાદમાં ફોટો વાયરલ કરવાની ધમકી આપી સગીરાની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હોય. જેથી ભોગ બનનારની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ભોગ બનનારની માતાએ મોરબી તાલુકા પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી રાહુલ નારણ ચૌહાણ રહે મોરબી ઋષિકેશ વિધાલય મૂળ રહે ઉના જી. ગીર સોમનાથ વાળો સગીર વયની દીકરીના ફોટો વાયરલ કરવાની ધમકી આપી તેના રૂમે લઇ જઈને અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. તેમજ તા. ૨૩ના રોજ બાઈકમાં રાત્રીના સાડા બાર વાગ્યે બેસાડી લઇ ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હતું. જે ગુન્હામાં તેના બે મિત્રો જયદીપ સગર અને રવી સગર તેને મદદગારી કરી હોવાનું પણ જાણવું છે. મોરબી તાલુકા પોલીસે સગીરાની માતાની ફરિયાદને આધારે અપહરણ, દુષ્કર્મ અને પોક્સો એક્ટ મુજબ ગુન્હો નોંધી આરોપીને દબોચી લેવા તપાસ ચલાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap