બોલિવૂડ અભિનેતા રણબીર કપૂરે અભિનેત્રી આલિયા ભટ્ટ સાથે તેમના લગ્નના પ્લાન પર વાત કર્યા બાદ તેમની સગાઈના સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં જ બન્નેને જયપુર એરપોર્ટ પર નીતુ સિંહ સાથે જોવા મળ્યા હતાં. એવા સમાચાર મળી રહ્યા છે કે, બંને નવા વર્ષના અવસરે રણથંભોરમાં સગાઈ કરી શકે છે. જો કે, આ માત્ર અફવાઓ છે અને તેમાં કોઈ સત્ય નથી.
રણબીરના કાકા, રણધીર કપૂરે આ સમાચારોનું ખંડન કર્યું છે. રણધીરે એક રીપોર્ટમાં જણાવ્યું હતું કે, આ સમાચારોમાં કોઈ સત્ય નથી. તેમણે કહ્યું, “આ સાચું નથી. જો રણવીર અને આલિયાની સગાઈ થઈ રહી હોત તો હું અને મારો પરિવાર તેમની સાથે ત્યાં હોઈશ. રણબીર, આલિયા અને નીતુ નવા વર્ષ નિમિત્તે રજાઓ પર ત્યાં ગયા છે. તેમની સગાઈના સમાચાર ખોટા છે.”
રણબીર કપૂર તેની ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ, માતા નીતુ કપૂર અને બહેન રિદ્ધિમા કપૂર સાહની સાથે નવા વર્ષ નિમિત્તે રણથંભોર ગયો છે. આલિયા ભટ્ટની બહેન શાહીન ભટ્ટ અને માતા સોની રઝદાન પણ તેની સાથે છે.
હાલમાં જ રણવીર કપૂરે એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે, જો મહામારી ન આવી હોત તો આ વર્ષે અને આલિયા ભટ્ટ સાથે લગ્ન થઈ ગયા હોત. જ્યારે રાજીવ મસંદે રણબીરને 32 વર્ષથી તેની સાથે લગ્ન કરવાનાં તેના જુનાં લક્ષ્ય વિશે પૂછ્યું ત્યારે રણબીરે કહ્યું, “જો મહામારી ન હોત તો આ ડીલ થઈ ગઈ હોત.” મારે કંઈપણ બોલીને આના પર નજર લગાડવા માંગતો નથી. હું આ લક્ષ્યને જલ્દી પૂર્ણ કરવા માંગુ છું.”
