પંચમહાલ: રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ અભિયાન હેઠળ અગ્રણીઓએ કર્યુ દાન, લોકોને કરી આવી અપીલ

પંચમહાલ જીલ્લામાં પણ શ્રી રામજન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાનનો પ્રારંભ થયો છે.જેમા રામમંદિરના નિર્માણ માટે યથાયોગ્ય દાન આપવામાં આવી રહ્યુ છે.જીલ્લાના શહેરા ખાતે જુની જીઈબી ઓફીસ ઉપર તાલુકા કાર્યાલયના શુભારંભ સાથે શહેરાનગરના અગ્રણીઓએ દાન આપીને અભિયાનની શુભ શરૂઆત કરી હતી.

પંચમહાલ: રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ અભિયાન હેઠળ અગ્રણીઓએ કર્યુ દાન, લોકોને કરી આવી અપીલ

શ્રીરામજન્મ ભૂમિતીર્થ ક્ષેત્ર દ્વારા ભવ્યાતિભવ્ય મંદિરના નિર્માણનું ભૂમિ પૂજન બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદ મંદિરના નિર્માણ માટે એક વ્યાપક જન સંપર્ક અભિયાન શરૂ કરવામા આવ્યુ છે.જેનો હેતૂ શ્રી રામ જન્મભૂમિના સંઘર્ષ અને તેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વને જન માનસ સુધી પહોંચાડવાનો છે.

પંચમહાલ: રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ અભિયાન હેઠળ અગ્રણીઓએ કર્યુ દાન, લોકોને કરી આવી અપીલ

દરેક હિન્દૂ રામ મંદિર નિર્માણમાં દાન કરે અને મંદિર નિર્માણમાં પોતાનું યોગદાન આપે તેવી અપીલ કરવામા આવી છે. મકરસંક્રાંતિના દિવસથી શરૂ થયેલ આ અભિયાન અને ૨૭ ફેબ્રુઆરી માઘપૂર્ણિમા સુધી ભારતદેશમાં આ અભિયાન ચાલશે.જેમાં નિધિ સમર્પણ અભિયાન સમિતિ દ્વારા શહેરાનગરમા વેપારીઓ,ડોકટરો,રાજકીય આગેવાનોને રામમંદિર માટે દાન કર્યુ હતૂ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap