અભિનેત્રી રકુલ પ્રીત સિંહે તેલુગુ ફિલ્મ ઉદ્યોગમાં 7 વર્ષ પૂરા થવાની ઉજવણી કરી રહી હતી રકુલે 7 વર્ષ પહેલા અને હવે તેના વેરિફાઇડ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે. પરંતુ આ તસવીર ઉપરાંત રકુલ પ્રીતસિંહે છેલ્લા કેટલાક દિવસોમાં અનેક હોટ તસવીરો શેર કરી છે.
તે હાલ વેકેશન પર છે અને તેની આ તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે. રકુલનો આ જબરદસ્ત અવતાર જુઓ…
ડેબ્યૂના 7 વર્ષ થવા પર આ તસવીર શેર કરી છે. કેપ્શનમાં તેને લખ્યું કે, ‘ હેશટેગ ટીએફઆઈના સાત વર્ષ. હું ત્યારે પણ હસતી હતી અને અત્યારે પણ ખુસ છું. આનું કારણ મારા ચાહકો છે, જેમણે મને ખૂબ પ્રેમથી સ્વીકારી. દિલ્હીની એક યુવતીથી લઈને એક તેલૂગુ અમેયી સુધી,,, આ સફર ખૂબ જ સુંદર હતી.
દરેક દિગ્દર્શક, નિર્માતા, સહ-અભિનેતા, સાથીદાર, મિત્ર અને ચાહકનો આભાર કે જેઓ મારામાં વિશ્વાસ કરે છે અને મારો હાથ પકડીને ઉભા છે, મારી પ્રશંસા કરી, મારી ટીકા પણ કરી, જેથી હું દિવસેને દિવસે વધુ સારા બની શકું. મારા કુટુંબ, મેનેજર અને ટીમ વગર કંઈ પણ શક્ય નહોતું.
આ સિવાય રકુલે વેકેસનની તસવીરો શેર કરી છે, જે ઇન્ટરનેટનું તાપમાન વધારવાનું કામ કરી રહી છે. આ તસવીરમાં રકુલ પાણીની વચ્ચે આરામ કરતી જોવા મળી રહી છે.
