ખેડૂત નેતાના આંસુઓથી માહોલ બદલાયો, આ બોર્ડર પર ખેડૂતો એકઠા થવા લાગ્યા

દિલ્હીના લાલ કિલ્લા પર થયેલી હિંસા બાદ દિલ્હીના ગાજીપુર બોર્ડર પર ખેડૂત આંદોલન નબળું થવાની ચર્ચા થઈ હતી, એવું માનવામાં આવતું હતું કે મોડી રાત સુધીમાં પોલીસ આ વિસ્તાર ખાલી કરી દેશે, પરંતુ હવે ગાઝીપુર બોર્ડર પર પરિસ્થિતિ વિરુદ્ધ જોવા મળી રહી છે. ખેડૂત નેતા રાકેશ ટિકેતના આંસુ સરકારની તૈયારી અને અલ્ટીમેટમની પર ભારી પડતી જોવા મળી રહી છે. હાલમાં પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશના હજારો ખેડૂતો ગાઝીપુર સરહદ સુધી પહોંચવા માંડ્યા છે અને ગાઝીપુર પર ખેડૂતોની સંખ્યા પહેલા કરતા વધારે થઈ ગઈ છે.

આપને જણાવી દઈએ કે મોડી સાંજે દિલ્હીની ગાઝીપુર બોર્ડર પર પોલીસ સક્રિય જોવા મળી હતી, યુપીની યોગી આદિત્યનાથ સરકારે રાજ્યમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને સમાપ્ત કરવા તમામ ડીએમ અને એસએસપીને સૂચનાઓ જારી કરી હતી. એટલું જ નહીં, એડીએમ ગાઝીપુર બોર્ડર પર આંદોલન સમાપ્ત કરવા માટે પહોંચી ગયા હતા. મોટી સંખ્યામાં પોલીસ અને રેપિડ એકશન ફોર્સના જવાનો તૈનાત કરાયા હતા, કલમ 144 લાદવામાં આવી હતી, સમાચાર આવ્યા હતા કે, રાકેશ ટિકેત આત્મસમર્પણ કરી શકે છે, પરંતુ રાકેશ ટિકેતે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, પોલીસે ઈચ્ચે તો મારી ધરપકડ કરી લે અને બાદમાં તે ભાવુક થઈ ગયા અને તેના આંસુ છલકાવી દીધા હતા, મીડિયા કર્મિઓ સાથેની વાતચીત દરમિયાન, ટિકેત રડવા લગ્યા હતા.

રાકેશ ટિકેતે કહ્યું, હવે મુખ્યમંત્રી પાસેથી આટલી આશા નથી. ખબર ન હતી કે આટલું મોટું ષડયંત્ર થયું છે. બધા લોકો એમ કહેવા છતાં મેં ભાજપને મત આપ્યો. દરેકનો વિરોધ હોવા છતાં. મારી પત્નીએ બીજા કોઈને મત આપ્યો, પણ મેં ભાજપને મત આપ્યો. દગો કરવામાં આવ્યો છે. સમગ્ર દેશમાં સરદાર બિરાદરોને બદનામ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ખેડૂતોને ખલનાયક બનાવી દીધા છે, આ ભાજપના લોકો બે દિવસમાં બદલાયા છે.

ત્યારબાદ વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો છે. રાકેશ ટિકેતની રડવાની વાત ખેડૂતોમાં ફેલાતાં લોકો જુદા જુદા ગામોથી દિલ્હી તરફ જવા લાગ્યા. રાકેશ ટિકેતે આંદોલન ચાલુ રાખવાની વાત કરી છે અને ખેડૂતોને ગાજીપુર સરહદ સુધી પહોંચવાની ભાવનાત્મક અપીલ પણ કરી હતી.

ટિકેતના સમર્થનમાં આજે મુઝફ્ફરનગરમાં મહાપંચાયત

રાકેશ ટિકેતના સમર્થનમાં આજે મુઝફ્ફરનગરમાં મહાપંચાયત બોલાવવામાં આવી છે. રાકેશ ટિકેતના મોટા ભાઇ નરેશ ટિકેતે ગુરુવારે સાંજે પ્રદર્શન સમાપ્ત કરવાનું કહ્યું હતું, પરંતુ તેના ભાઈ રાકેશ ટિકેતના આંસુઓએ માહોલ બદલી નાખ્યો હતો.

નરેશ ટિકેતે શુક્રવારે મુઝફ્ફરનગરમાં ખેડૂત મહાપંચાયત બોલાવવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે હવે તેઓ ખેડૂત આંદોલનને નિર્ણાયક અંત સુધી લઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap