રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનો જન્મ યુગાન્ડામાં થયો હતો, આવુ છે જીવન ઝરમર

ચાર મહિના પહેલા રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયેલા અભય ભારદ્વાજનું મંગળવારે નિધય થયું છે. કોરોના સંક્રમિત થયા બાદથી તેમની હાલત ખૂબજ નાજુક હતી તેમને ચેન્નઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં અને ત્યા તેમને સવારે હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું છે.

અભય ભારદ્વાજનો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપ સાથે વર્ષોથી સંબંધ રહ્યો છે. ભારદ્વાજ પ્રથમ વખત રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા હતા. ભારતીય જનતા પાર્ટીએ અનેક અગ્રણી નેતાઓને બાયપાસ કરી અને રાજ્યસભાની ચૂંટણી માટે ભારદ્વાજને તેનો ઉમેદવાર બનાવ્યા હતા.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, રાજકોટના વકીલ એવા અભય ભારદ્વાજનું નામ 2016માં ત્યારે વિવાદમાં આવ્યું હતું જ્યારે તેમની હંગામી ધોરણે કાયદાપંચના સભ્ય તરીકે નિમણૂક કરાઈ હતી.

તેમની નિમણૂક પર વિવાદ થયો હતો, કેમ કે તેઓ 2002નાં રમખાણોના બહુચર્ચિત ગુલબર્ગ સોસાયટીના કેસમાં આરોપીઓના વકીલ હતા. રાજકોટમાં રહેતા અને વ્યવસાયે વકીલ એવા અભય ભારદ્વાજનો જન્મ યુગાન્ડામાં થયો છે.અભય ભારદ્વાજ રાજકોટ ભાજપના દિગ્ગજ નેતા ચીમનભાઈ શુક્લના સગા થાય છે.

એક અહેવાલ મુજબ કાયદાપંચના સભ્ય તરીકે અભય ભારદ્વાજે પુરાવા અધિનિયમને શાસ્ત્રો અને વેદો મુજબ સુધારવાનું સૂચન કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap