લખનઉના કિંગ જોર્જ મેડિકલ યૂનિવર્સિટીના સ્થાપના દિવસના કાર્યક્રમનું સંબોધન કરતા કેન્દ્રિય રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, લડાઈ હજુ ખતમ થઈ નથી. તેમણે કહ્યું કે, બ્રિટનમાં નવા કોરોના વાયરસના સ્ટ્રેન વીશે સાંભળ્યું છે. આ એક ગંભીર મુદ્દો છે. દુનિયાના દરેક વ્યક્તિનું વેક્સિનેશન નહી થાય ત્યા સુધી આ લડાઈ ચાલુ રહેશે.
રક્ષામંત્રીએ કોરોના વાયરસનું જોખમ સમાપ્ત ન થતાં સાવચેતી રાખવાની ચેતવણી આપી હતી અને ઉમેર્યું હતું કે ટૂંક સમયમાં જ એક વેક્સિન મળી જશે. તેમણે કહ્યું, “આપણા વૈજ્ઞાનિકો ટૂંક સમયમાં COVID-19 વેક્સિનનું પરીક્ષણ પૂર્ણ કરશે. રશિયાની સ્પુતનિક વીની વેક્સિન પણ ભારત પહોંચશે.”
રાજનાથસિંહે કહ્યું કે, આ વેક્સિનને સૌપ્રથમ ડોકટરો, અર્ધસૈનિક કર્મચારીઓ અને આરોગ્ય કર્મચારીઓને આપવામાં આવશે.
મેડિકલ કર્મચારીઓ અને કોરોના યોદ્ધાઓની પ્રશંસા કરતા રક્ષમંત્રીને કહ્યું કે કોવિડ -19 સંકટ બાદ દુનિયાને સમજાઈ ગયું છે કે અસલી ‘સુપરમેન’ અને ‘વન્ડર વુમન’ આપણા ડોકટરો, નર્સો અને પેરામેડિકલ સ્ટાફ છે. મહામારી દરમિયાન અમે તેમની મેજિકલ કર્મચારીઓના હંમેશા આભારી રહીશું.
રાજનાથ સિંહે આ વર્ષ દરમિયાન કોરોના વાયરસ મહામારી પર તેમણે કહ્યું હતું. આ વર્ષ કોરોનાએ સમગ્ર દુનિયાને એક એવી લડાઈ લડવા માટે મજબુર કર્યો, જેની કોઈ કલ્પના પણ ન કરી શકે, કોરોના વાયરસ સામે લડવુ એક યુદ્ધ છે. જેમાં ફ્રન્ટલાઈન પર ડોક્ટરો અને પેરામેડિક્સ યોદ્ધાઓની જેમ લડવાનું છે.
