રાજકોટ: નવા કાયદા હેઠળ વાવડીના કોંગી નેતા સામે જમીન કૌભાંડનો ગુનો

વિનય પરમાર,રાજકોટ: ગુજરાત રાજ્યમાં સરકારી, ખાનગી જમીન, મકાન પચાવી પાડતા ભૂમાફિયાઓ સામે જારી કરેલા વટ હુકમ બાદ ભાવનગર અને રાજકોટ જિલ્લામાં નવા કાયદા હેઠળ ગુના નોંધાયા પછી રાજકોટ શહેરમાં વાવાડીની વિવાદી જમીન મામલે કાંગ્રેસના પૂર્વ મહિલા કોર્પરેટરના પતિ સહિત ત્રણ સામે ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ગુંડાધારાના કાયદા પછી સંગઠિત ગુનાખોરી આચરતી ભીસ્તીવાડ અને ડેરી વિસ્તારની બે ગેંગ સામે ગુજસીટોકના ગુના નોંધ્યા બાદ ભૂમાફિયાઓ સામે કાયદાનું શસ્ત્ર ઉગામતા ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે.

પ્રાપ્ત વિગત મુજબ, નાના મવા વિસ્તારમાં પ્રદ્યુમન ગ્રીન સીટી,વૃંદાવન સોસાયટીમાં રાજયોગ એપાર્ટમેન્ટમાં રહેતા રેનુબેન યોગેન્દ્રભાઇ મૂળચંદભાઇ મહેતા (ઉ.વ.60) નામના વૃધ્ધાએ આરોપી તરીકે વાવડી ગામમાં રહેતા મહેન્દ્રસિંહ નટવરસિંહ જાડેજા, કનકસિંહ મહેન્દ્રસિંહ જાડેજા અને મહાવીરસિંહ દોલતસિંહ જાડેજા તેમજ પાંચથી છ અજાણ્યા શખસો ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિય હેઠળ કલેક્ટરમાં અરજી કરી હતી. આ અરજી સંદર્ભે તપાસ સમિતિની બેઠકમાં આરોપી સામે ગુનો દાખલ કરાવવા નિર્ણય લેવાયો હતો. કલેક્ટરે ફરિયાદ નોંધવા કરેલા હુકમ પછી તાલુકા પોલીસે ઉપરોક્ત શખસો સામે નવા કાયદા હેઠળ ગુનો નોંધી બે આરોપીખે અટકાયતમાં લઇ લીધા હતા.

રેણુબેનની ફરિયાદ મુજબ, તેમના માતા મીનાકુમારી મહાસુખલાલ પારેખ એ 8 જૂલાઇ 1970 માં વાવડીના નટુભા નટવરસિંહ જાડેજા પાસેથી વાવડીની સર્વે નંબર 38/3 ની 5261 ચો.મી.જમીન રૂ.551 લેખે ખરીદ કરી હતી. ત્યારથી જમીનનો કબજો તેમની માતા(મીનાકુમારીબે) પાસે હતો અને જમીન ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવી હતી. માતા મીનાબકુમારીબેનનું 16 જૂન 2019ના રોજ અવસાન થતાં પ ઓગસ્ટના રોજ મામલતદાર કચેરીમાં વારસાઇ નોંધ કરાવવા અરજી કરી હતી. આ અરજી સામે વાંધો લેવાયો હતો અને 14 ડિસેમ્બર 2017 ના રોજ નાયબ નિયામક જમીન દફ્તરે કરેલા હુકમથી રેવન્યુ રેકર્ડમાં દાખલ કરાયેલી નોંધ સામે પણ વાંધા અરજી કરી હતી.

ઉપરોક્ત જમીનમાંથી 2125 ચો.મી.માં મહેન્દ્રસિંહ નટવરસિંહ જાડેજા, કનકસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડેજા, અરવિંદસિંહ જાડેજા અને અન્ય આઠથી દસ માણસોએ ગેરકાયદેસર પ્રવેશ કરી કમ્પાઉન્ડ વોલ તોડી પતરાની ઓરડી બનાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ સિક્યોરીટીના માણસોને ધમકી આપી મોટી રકમ પડાવવાનો પ્રયત્ન કર્યાનો આરોપ મૂક્યો છે. આરોપીઓએ વારસાઇ નોંધની અરજી સામે વાંધા અરજી કરી 26 સપ્ટેમ્બર 2020ના રોજ એડવોકેટ મારફત અખબારમાં જાહેર નોટીસ-ચેતવણી પ્રસિધ્ધ કરાવી હતી.

દરમિયાન 20 સપ્ટેમ્બરના રોજ જમીનની દેખભાળ માટે રાખેલા પવનસુત સિક્યોરીટીના ગાર્ડે ફોન કરી આઠથી દસ શખસ જમીનમાં પેશકદમી કરે છે તેમજ કમ્પચાઉન્ડ વોલ તોડી કેબીન બનાવવાનો પ્રયાસ કરી રહ્યાની જાણ કરી હતી. આથી સંબંધી પ્રશાંતભાઇ જૈન અને લીલપભાઇ પરમાને જગ્યાએ મોકલી 100 નંબર ઉપર પોલીસને જાણ કરતા આરોપીઓ ભાગી ગયા હતા.30 સપ્ટેમ્બરે ફરી આરોપીઓ જગ્યા ઉપર પતરાની કેબીન બનાવી લલીતભાઇ,, પ્રશાંતભાઇને ધમકી આપતા નવા કાયદા હેઠળ કલેક્ટરમાં અરજી કરી હતી. તાલુકાના ઇન્ચાર્જ પીઆઇ કે.એન.ભૂકણ, પીએસઆઇ એન.ડી.ડામોર સહીતના સ્ટાફે ગુનો નોંધી કનકસિંહ મહેન્દ્રસિંહ જાડેજા અને મહાવીરસિંહ દોલતસિંહ જાડેજાને અટકાયતમાં લઇ અન્યની શોધખોળ શરૂ કરી છે.

લેન્ડગ્રેબીંગના સાંજ સુધીમાં અન્ય બે ગુના નોંધાય તેવા સંકેત

ભૂમાફિયાઓ સામે નવા કાયદા હેઠળ કોંગ્રેસના પૂર્વ મહિલા કોર્પોરેટરના પતિ સહિતના શખસો સામે ગુનો નોંધાયો છે. એ જ રીતે નામચીન ટોળકી સામે ગુનો દાખલ કરવાનો આદેશ થયાનું જાણવા મળે છે. પ્રદ્યુમનનગર સહિત અન્ય બે પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગના કાયદા હેઠળ ગુનો નોંધવાની તજવીજ ચાલુ છે. સાંજ સુધીમાં વધુ બે ગુના નોંધાય તેવા પોલીસે સંકેત આપ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap