વિનય પરમાર, રાજકોટ: અમદાવાદ ખાતે કેડીલા ફાર્મા દ્વારા કોરોના વેક્સિનનું પરીક્ષણ શરૂ થઈ ગયું છે અને તેની મુલાકત વડાપ્રધાને કરી હતી અને કંપનીના અધિકારીઓ સાથે મુલાકાત કરી તમામ માહિતી એકત્ર કરી હતી. ટૂંક સમયમાં નાગરિકોને વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવશે. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા મહાનગરપાલિકા, નગરપાલિકા અને ગ્રામ પંચાયતોમાં વિતરણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાએ પણ ટિમો બનાવી અને વિતરણની વ્યવસ્થા કરવા કામગીરી આરંભી દીધી છે.
આ અંગે મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, સંભવત બે મહિનામાં કોરોનાની વેક્સિન લોકોને મળવાની હોઈ અને આ બાબતે વડાપ્રધાને પણ રાજ્ય સરકારને આ અંગે તૈયારી કરવા સૂચના આપી દીધી હોઈ લોકોને વેક્સિનનો લાભ મળી રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકાએ પણ તૈયારી શરૂ કરી દીધી છે.વોર્ડ વાઇઝ વેક્સિન વિતરણ માટે ટિમ તૈયાર કરવામાં આવી છે અને તેના માટે આગામી સપ્તાહમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવશે.વોર્ડ વાઇઝ ડોક્ટરો અને હેલ્થ વર્કરોની યાદી તૈયાર કરી લેવામાં આવી છે.
વોર્ડ વાઇઝ વોર્ડ પ્રભારીઓને જવાબદારી સોંપવામાં આવશે તેમજ ડોર ટુ ડોર જરૂરીયાત મુજબ વેક્સિન વિતરણ થઈ શકે તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. શહેરમાં પ્રેક્ટિસ કરતા ખાનગી ડોક્ટરો, નર્ષ સ્ટાફ અને હેલ્થ વર્કરનો લાભ આપવામાં આવશે.
