નશામાં ધુત BMW કાર સવાર ડોક્ટરે મનપાના કર્મચારીને અડફેટે લેતાં મોત, ચાર બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી

વિનય પરમાર,રાજકોટ: શહેરના આજીડેમ ચોકડી પાસે આવેલ સર્કલ નજીક નામી તબીબના નશાચુર તબીબ પુત્રની બેકાબૂ બનેલી BMW કારે બાઈક સવાર મહાનગરપાલિકાના કર્મચારી યુવાન બાઇકને ઉલાળતા ગંભીર રીતે ઘવાયેલા યુવકનું મોત નીપજ્યું હતું. યુવાનના મોતથી ચાર બાળાએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કરૂણ કલ્પાંત સર્જાયો છે. થોરાળા પોલીસે કાર ચાલકની અટકાયત કરી વિશેષ કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં રૈયારોડ પર આવેલા વણકરવાસમાં રહેતો જેન્તી પુંજાભાઈ રાઠોડ નામનો 30 વર્ષનો યુવાન રાયરીના તેનું બાઇક લઈને જતો હતો. તે દરમિયાન આજીડેમ ચોકડી નજીક 80 ફૂટ રોડ પર અમુલ સર્કલ નજીક પહોંચતા બેકાબુ બનેલી જીજે 12 એ.કે.7785 નંબરની બીએમડબલ્યુના ચાલક લક્કીરાજ ભગવનજીભાઈ અકવાલીયા નામના શખ્સે બાઇકને ઠોકરે ચડાવતા બાઇક ચાલક યુવાન બાઇક સાથે ફંગોળાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બાઇક ચાલક યુવાનને બેભાન હાલતમાં સારવાર માટે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવાનની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સર્જાયો છે.

બનાવને પગલે રાત્રી કરફયૂ દરમિયાન પેટ્રોલીંગમાં રહેલી થોરાળા પોલીસને જાણ થતાં પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે જીવલેણ અકસ્માત સર્જનાર બીએમડબલ્યુ કારના ચાલક લક્કીરાજ ભગવનજીભાઈ અકવાલીયાની અટકાયત કરી હતી. કાર ચાલક નામી તબીબ ભગવનજીભાઈ પટેલનો પુત્ર હોવાનું અને દારૂના નશાની હાલતમાં કાર ચલાવતો હતો. તે દરમિયાન નોકરી પરથી ઘરે જઈ રહેલા આરએમસીના કર્મચારીના બાઇકને ઠોકરે ચડાવી મોત નિપજાવ્યું હોવાનું અને અકસ્માત સર્જનાર નશાચૂર ડોકટર અગાઉ પણ ભીલવાસ ચોકમાં મારામારી કર્યાના ગુનામાં પ્રનગર પોલીસ ચોપડે ચડી ચુક્યો હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત સર્જનાર કાર ચાલક સામે ગુનો નોંધી થોરાળા પોલીસ મથકના પીએસઆઇ એચ.બી.વડાવીયા અને રાઇટર કિશોરભાઈ પરમાર સહિતના સ્ટાફે કનુની તપાસનો દોર લંબાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap