સુપરસ્ટાર રજનીકાંતે તેમના રાજકારણમાં જોડાવાની અટકળોનો અંત લાવી દીધો છે. તેમણે આજે એક નિવેદન બહાર પાડ્યું છે, જેમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે, શા માટે તેઓ રાજકારણમાં જોડાશે નહીં. રજનીકાંતે આજે નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે, મેં મારો નિર્ણય સંભળાવી દીધો છે. કૃપા કરીને મને વારંવાર રાજકારણમાં આવવાનું કહીને પરેશાન ન કરો. શિસ્તબદ્ધ અને ગૌરવપૂર્ણ રીતે આ ઈવેન્ટનું આયોજન કરવા બદલ આભાર.
જણાવી દઇએ કે,હાલમાં રજનીકાંતના ચાહકોએ એક ઈવેન્ટ ઓર્ગેનાઈઝ કરી હતી અને તેમણે અપીલ કરી હતી કે તેઓ રાજકારણમાં ન જોડાવાના નિર્ણયને પાછો ખેંચી લે. જણાવી દઈએ કે, રજનીકાંતે 29 ડિસેમ્બર 2020 ના રોજ કોવિડ -19 મહામારી ટાંકીને તમિલનાડુના રાજકારણમાં નહીં પ્રવેશવાના નિર્ણયની જાહેરત કરી હતી. કારણ કે તેના સ્વાસ્થ્યને નુકસાન થવાની સંભાવના છે.
આ પહેલા અભિનેતાએ કહ્યું હતું કે, તેઓ નવી રાજકીય પક્ષની રચના કરીને તમિળનાડુ વિધાનસભાની ચૂંટણી લડશે, જોકે તબિયતને કારણે તેમને પાછળથી નિર્ણય બદલવાની ફરજ પડી હતી.
