સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની રાજનીતિમાં એન્ટ્રી નહીં થાય. હોસ્પિટલમાંથી રજા મળ્યાના બે દિવસ બાદ રજનીકાંતનું એક નિવેદન સામે આવ્યું છે. તેમાં તેમણે કહ્યું છે કે, તેઓ હજી રાજકારણમાં પ્રવેશ કરશે નહીં, પરંતુ લોકો માટે કામ કરવાનું ચાલુ રાખશે. અભિનેતાએ તેના નિર્ણયને આરોગ્ય તરીકેનું કારણ આપ્યું છે. હાઈપરટેન્શનની ફરિયાદ બાદ 25 ડિસેમ્બરે તેમને હૈદરાબાદની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેઓ ત્રણ દિવસ સુધી ડોક્ટરની દેખરેખ હેઠળ રહ્યા હતાં.
જણાવી દઈએ કે, 31 ડિસેમ્બરે રજનીકાંત પોતાની પાર્ટી જાહેરાત કરવાના હતા.જે બાદ જાન્યુઆરીમાં પાર્ટી લોન્ચ કરવાનો પ્લાન હતો.તમિલનાડુમાં એપ્રિલ-મે 2021માં વિધાનસભમાં ચૂંટણ યોજાવાની છે.
એર ન્યૂઝ રિપોર્ટ અનુંસાર, પોતાના નિવેદનમાં રજનીકાંતે કહ્યું હતું કે, રાજકીય પોર્ટી શરૂ કર્યા બાદ અભિયાન માટે પૂર્ણ રીતે ન્યૂઝ મીડિયા અને સોશિયલ મીડિયા પર નિર્ભર થઈને મોટી જીત મેળવવી અસંભવ છે.રાજનીતીમાં જેની પાસે અનુભાવ છે તે આ તથ્યનો ઈનકાર કરી શકશે નહીં.મને ચૂંટણી પ્રચાર માટે લોકોની પાસે જવુ પડશે અને હજારો લાખો લોકોને મળવુ પડશે. 120 લોકો એક ગ્રુપ (‘અન્નાથેડ’ ફિલ્મના ક્રુ)માં કોરોના વાયરસ સંક્રમિત થયા હતા અને મને ડોક્ટરોની દેખરેખમાં રહેવુ પડ્યું હતું. હવે કોરોના વાયરસને ફરી પોતાનુ સ્વરૂપ બદલ્યું છે અને આ ફેલ રહ્યું છે. “
રજનીકાંતે કહ્યું કે,”હું આ સ્વાસ્થ્ય જટિલતાઓને ભગવાન દ્વારા મને આપેલી ચેતવણી તરીકે જોઉં છું.”
હાઈપરટેન્શનની ફરિયાદ બાદ 25 ડિસેમ્બરે રજનીકાંતને હૈદરાબાદની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 27 ડિસેમ્બરે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. રજનીકાંતને એક અઠવાડિયા માટે સંપૂર્ણ બેડ આરામ માટે કહેવામાં આવ્યું છે. આ સમય દરમિયાન તેના બ્લડ પ્રેશર ઉપર પણ નજર રાખવામાં આવશે. તેમને ઓછું તાણ લેવાનું અને શારીરિક પ્રવૃત્તિ ઘટાડવાનું પણ કહેવામાં આવ્યું છે.
