સુપરસ્ટાર રજનીકાંતની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ થતા સામે આવ્યું આ કારણ

સુપરસ્ટાર રજનીકાંતની તબિયત બગડતા તેમને હૈદરાબાદની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, રજનીકાંતને હાઈ બ્લડ પ્રેશરની ફરિયાદ હતી. હોસ્પિટલમાં દાખલ થતાં પહેલાં, તે ચેન્નાઈના તેમના ફાર્મહાઉસ ખાતે સેલ્ફ આઈસોલેટ થઈ ગયા હતા. જણાવી દઈએ કે 31 ડિસેમ્બરે રજનીકાંત તેમના રાજકીય પાર્ટી જાહેરાત કરવા જઈ રહ્યા છે.

આ પહેલા તેમની ફિલ્મ અન્નાથના હૈદરાબાદમાં શૂટિંગ ચાલી રહ્યું હતું. ક્રૂના ચાર સભ્યોને કોરોના વાયરસથી સંક્રમિત થયા હતાં, ત્યારબાદ તેમણે ફિલ્મનું શૂટિંગ બંધ કરી દીધું હતું.

ઉલ્લેખનિય છે કે, રજનીકાંત 31 ડિસેમ્બરે તેમના રાજકીય પીર્ટીની જાહેરત કરવાના છે. ત્યાર બાદ તે જાન્યુઆરીમાં તેમની પાર્ટી લોન્ચ કરશે. તામિલનાડુમાં એપ્રિલ-મે 2021માં વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે. ગયા મહિને, રજનીકાંતે કહ્યું હતું કે, 2016માં તેમની કિડનીનું અમેરિકામાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે અને કોરોના વાયરસની મહામારીને પગલે ડોકટરો તેમની રાજનીતિમાં એન્ટ્રી વિરુદ્ધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap