પંચમહાલ: જિલ્લાના શહેરા પંથકમાં આવેલા ગ્રામીણ વિસ્તારોમાં રાજસ્થાનના પશુપાલકોએ ધામા નાખ્યા ઊંટ સહિતના પશુઓને ચરાવતા જોવા મળી રહ્યા છે.
શહેરા પથંકમાં પરપ્રાન્તિય પશુપાલકોએ ધામા નાખ્યા છે. હાલમાં રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના પશુપાલકો શહેરાના ગ્રામીણ વિસ્તારમા પોતાના પશુઓને ચરાવતા જોવા મળી રહ્યા છે. રાજસ્થાનમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ ઓછો થવાને કારણે ઘાસચારાની અછત સર્જાય છે. તેના કારણે પશુપાલકો પોતાના પશુઓના ઘાસચારાની માટે ગુજરાત તરફ પ્રયાણ કરેછે.

ગુજરાતમા સારો ચારો મળવાને કારણે તેઓ પોતાના પશુઓને લઈને ગુજરાત તરફ નીકળી પડે છે. પશુપાલકોએ જણાવ્યુ કે હવે અમે અષાઢ મહિનાસુધી ગુજરાતમા રહેશુ.પોતાના પશુઓ ચરાવીશુ.અહી અમારા પશુઓને સારો ચારો મળી રહેછે. રાજસ્થાનના ડુંગરપુર જીલ્લાના પશુપાલક પોતાના ઊંટો સાથે આવ્યા છે.ઊંટોના કાફલા સાથે હાઈવે માર્ગની આસપાસ ચારતા જોવા મળ્યા હતા. ૨૦થી વધુ ઉટો સાથે તેઓ રસ્તા પર જોવા મળ્યા હતાં.
