CBIના મોટાપાયે સર્ચ ઓપરેશન, આ જાણીતી કંપનીને ત્યાં દરોડા

અમદાવાદ: બેંકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ દાખલ થતા. CBIએ એમ.એસ વારિયા એન્જિનિયરિંગ વર્કર્સ પ્રાઈવેટ લિમિટેડના બંધુઓના નિવાસસ્થાને દરોડા પાડી સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. વારીયા કંપનીએ જુદી-જુદી બેંકો માંથી 452 કરોડ રૂપિયાની લોન લીધી હતી.

સાથે બેંક ફ્રોડ કેસમાં CBIએ એમએસ ગોપાલા પૉલીપ્લાસ્ટ લિમિટેડ, મનીશ મહેન્દ્ર સોમાણી, મનોજ મહેન્દ્ર સોમાણી, કિશોરીલાલ સોંથાલિયા સહિત અન્ય અજ્ઞાત લોક વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.

મળતી માહિતી અનુસાર, 2013થી 2017ના સમયગાળા દરમિયાન સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા, બેંક ઑફ બરોડા, સેન્ટ્રલ બેંક ઑફ ઈન્ડિયા, બેંક ઓફ મહારાષ્ટ્ર, પંજાબ નેશનલ બેંક અને વિજયા બેંક સહિતની બેંકોના કંસોર્ટિયમ સાથે ઘાલમેલ કરીને એક ગુનાહિત કાવતરુ રચવામાં આવ્યું હતું.

સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા (SBI)ની એક ફરિયાદના આધારે ગુજરાતના અમદાવાદ સ્થિત ખાનગી કંપની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. જેમાં કંપનીના ડિરેક્ટર સહિત અન્ય અજ્ઞાત લોકો સામેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap