છેલ્લા બે મહિનાથી દિલ્હીની જુદી જુદી સીમાઓ પર ખેડૂતોની આંદોલન ચાલી રહી છે. પ્રજાસત્તાક દિવસ પર હિંસા બાદ હવે સરકાર કડક વલણ અપનાવી રહી છે. પોલીસ દ્વારા દિલ્હીની સરહદો પર કડક બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે. જેથી વિરોધીઓને રોકવામાં આવે. હવે કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રાએ આ મામલે સરકાર પર નિશાન સાધ્યું છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દિલ્હી બોર્ડર પર દિલ્હી પોલીસ દ્વારા કરવામાં આવતી તૈયારીઓની તસવીરો શેર કરતાં લખ્યું હતું કે ભારત સરકાર,પુલ બનાવો દિવાલો નહીં. રાહુલ ગાંધી સિવાય પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ એક વીડિયો ટ્વીટ કર્યો, તેમણે લખ્યું કે,વડા પ્રધાનજી, આપણા ખેડૂતો સાથે જ યુદ્ધ ?
જણાવી દઈએ કે, પ્રજાસત્તાક દિવસ પર થયેલી હિંસા બાદથી ખેડૂતોના પ્રદર્શનસ્થળ પર સુરક્ષાના કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ખેડૂતોએ ફરી એકવાર કહ્યું છે કે તેઓ 6 ફેબ્રુઆરીએ ચક્કા જામ કરવાની વાત કહી છે. આવી સ્થિતિમાં ગાજીપુર બોર્ડર, ટીકરી બોર્ડર અને સિંઘુ બોર્ડર પર દિલ્હી પોલીસ દ્વારા કડક તૈયારીઓ કરવામાં આવી છે. અહીં બેરીકેડ્સ કરવામાં આવ્યા છે, સિમેન્ટના મોટા બેરીકેટ્સ બનાવવામાં આવ્યા છે. રસ્તાઓ પર ખિલ્લાઓનો ઉપયોગ થઈ રહ્યો છે, કાંટાળો તાર વપરાય છે. જેથી વિરોધ કરી રહેલા ખેડૂતો ફરીથી ટ્રેકટરોને દિલ્હી તરફ લાવી ન શકે.
