નવા કૃષિ કાયદાના વિરોધ માટે રાહુલ ગાંધીએ બનાવી આવી રણનીતિ

નવા કૃષિ કાયદાની વિરુધ્ધ હજારો ખેડૂત દિલ્હીની જુદી-જુદી બોર્ડર પર એકઠા થયા છે. આ દરમિયાન કોંગ્રેસે પણ મોદી સરકારને ઘેરી લેવાની યોજના બનાવી છે, જેનું નેતૃત્વ રાહુલ ગાંધી કરશે. કોંગ્રેસ નેતા અને સાંસદ રાહુલ ગાંધી આજે રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચ કરશે. રાહુલ ગાંધીની સાથે કોંગ્રેસના અન્ય નેતાઓ અને સાંસદો પણ સામેલ થશે. રાહુલ ગાંધી રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદને મળશે અને કૃષિ કાયદાની વિરુદ્ધ તેમની સામે એકત્ર થયેલા 2 કરોડ લોકોની હસ્તાક્ષર પણ સોંપશે.

રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિ સાથે મુલાકત પર કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલે કહ્યું કે, “દેશભરમાંથી કૃષિ કાયદાને પાછો ખેંચવાની દરખાસ્ત પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. રાહુલ ગાંધીની આગેવાની હેઠળના કોંગ્રેસના પ્રતિનિધિમંડળ દ્વારા 24 ડિસેમ્બરે રાષ્ટ્રપતિને સોંપવામાં આવશે.”

સરકારના પ્રસ્તાવ પર ખેડુતોએ કહ્યું – કંઇ સ્પષ્ટ નથી

કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોના આંદોલનનો આજે 29મો દિવસ છે. દરમિયાન, ફરી એક વખત સરકાર તરફથી ખેડૂત સંગઠનો સાથે વાતચીત કરવા દરખાસ્ત મોકલવામાં આવી હતી, જેને ખેડૂતોએ નકારી દેવામાં આવી હતી.

જોકે, સંયુક્ત કિસાન મોરચાએ બુધવારે સરકારના પ્રસ્તાવની ચર્ચા કરતા કહ્યું હતું કે,નવા કૃષિ કાયદામાં સુધારો કરવાનો પ્રસ્તાવ ખેડૂતોને સ્વીકાર્ય નથી અને તેઓ ત્રણ કૃષિ કાયદાને રદ કરવા માગે છે. જોકે, મોરચા દ્વારા સરકારને લખેલા પત્રમાં એમ કહેવામાં આવ્યું છે કે,જો સરકાર સ્પષ્ટ હેતુ સાથે વાતચીત આગળ વધારવા માંગે છે તો ખેડૂત સંગઠનો વાતચીત કરવા માટે તૈયાર છે.

ખેડૂત સંગઠનોનું કહેવુ છે કે,એમએસપીને લઈને જે દરખાસ્ત સરકાર તરફથી આવી છે તેમાં કંઈ પણ સ્પષ્ટ નથી.

સંયુક્ત ખેડૂત મોર્ચાના બેનર લઈને લગભગ 40 જેટલા ખેડૂત સંગઠનોના નેતા દિલ્હીની બોર્ડર પર પ્રદર્શન કરી રહ્યા ખેડૂતોનું નેતૃત્વ કરી રહ્યા છે. કેન્દ્રીય કૃષિ તથા કિસાન કલ્યણ મંત્રાયલના સંયુક્ત સચિવ વિવેક અગ્રવાલ દ્વારા ખેડૂતોને 20 ડિસેમ્બર લખેલા પત્રનો જવાબ આપતા સંગઠન તરફથી ક્રાતિકારી ખેડૂત યૂનિયન પંજાબના ડોક્ટર દર્શનપાલને બુધવારે કહ્યું કે, તમે જે 9 ડિસેમ્બરે 2020ના રોજ જે લેખિત પ્રસ્તાવ મોકલ્યો હતો તે 5 ડિસેમ્બરની થયેલી વાતચીતમાં આપેલા તે મૌખિક ઓફર ફક્ત પુનરાવર્તનો છે,તેને અમે પહેલાથી જ ખારિજ કરી ચુક્યા છે.

સરકાર દ્વારા ખેડૂતોના આંદોલનને બદનામ કરવાનો આરોપ

પત્રમાં તેમણે સરકાર પર ખેડૂતોને બદનામ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું, “અમને એ કહેવાથી ખૂબ દુ:ખ થાય છે કે,ભારત સરકારના અન્ય ઘણા પ્રયત્નોની જેમ, તમારો આ પત્ર પણ ખેડૂત આંદોલનને નવી રીતે બદનામ કરવાનો પ્રયાસ છે. આ વાત કોઈની પાસેથી છુપાયેલી નથી કે ભારત સરકાર તે દેશના ખેડૂતોના શાંતિપૂર્ણ, તળિયા અને કાયદેસર સંઘર્ષને ભાગલાવાદી અને ઉગ્રવાદીઓ તરીકે વર્ણવવા, કોમવાદી અને પ્રાદેશિક રંગમાં હોવા અને વાહિયાત અને અતાર્કિક સ્વરૂપોમાં ચિત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap