LPG સિલિન્ડરોના વધેલા ભાવો અંગે રાહુલ ગાંધીનો મોદી સરકાર પર કટાક્ષ, જાણો શું કહ્યું…

નવી દિલ્હી: દેશના લોકો મોંઘવારીનો સતત ભોગ બની રહ્યા છે. LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયા વધારો કર્યો હતો. ત્યાર બાદ હવે 14.2 કિલો LPG ગેસ સિલિન્ડર માટે 769 રૂપિયા ચૂકવવા પડશે. સાથે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ LPG અને પેટ્રોલ અને ડીઝલના વધેલા ભાવોને ટ્વીટ કરીને મોદી સરકાર પર કટાક્ષ કર્યો છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ટ્વિટ કર્યું છે. રાહુલ ગાંધીએ લખ્યું છે કે જનતા સાથે લૂંટ, માત્ર ‘બે’નો વિકાસ. સાથે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ એક વેબસાઇટની ન્યૂઝનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે. જેના પર લખ્યું છે કે, LPG ગેસની કિંમતમાં 10 દિવસની અંદર બે વાર વધારો થયો, અત્યાર સુધીમાં 75 રૂપિયાનો ઉછાળો.

પ્રાપ્ત થતી માહિતી મુજબ, LPG સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયા અને પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં લિટર દીઠ 26 પૈસાનો વધારો થયો છે. 50ના વધારા બાદ સબસિડી વિનાના 14.2 કિલો ઘરેલું LPG સિલિન્ડરનો ભાવ વધીને 769 રૂપિયા થયો છે. અગાઉ તેની કિંમત 719 રૂપિયા હતી. સાથે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 89 રૂપિયાની નજીક પહોંચી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap