રાહુલ ગાંધીએ PM મોદીને કર્યો વેધક સવાલ, જાણો શું પૂછ્યું

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ખેડૂત આંદોલનને લઈને ફરી એકવાર મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. રાહુલે ટ્વિટ કરીને ખેડૂતોના મોતનો સમાચાર શેર કર્યા છે અને લખ્યું છે કે, કેટલા અન્નદાતાઓએ પોતાનું બલિદાન આપવુ પડશે? કૃષિ વિરોધી કાયદા ક્યારે ખતમ થશે?

પીએમ મોદીએ પણ ટ્વીટ કરીને ખેડૂતોને અપીલ કરી હતી કે, આજે જે લોકો કે જેઓ વિપક્ષમાં બેસીને ખેડૂતોને ભ્રમિત કરી રહ્યા છે, તેઓ પણ તેમના સમયમાં આ કૃષિ સુધારણાઓને સમર્થન આપી રહ્યા છે, હું ફરીથી ખેડૂત ભાઈઓ અને બહેનોને કહું છું કે @BJP4India સરકાર 24 કલાક તેમની દરેક શંકાના સમાધાન માટે તૈયાર છે.

ઉલ્લેખનિય કે, કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચે અનેક તબક્કાની વાતચીત બાદ પણ કોઈ પરિણામ મળ્યું નથી. ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ગુરુવારે ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં સપ્ટેમ્બરમાં બનેલા ત્રણ કૃષિ કાયદાને જોરદાર ટેકો આપવાનો અને ખેડૂતોના સમર્થનને એકત્રિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

એવું કહેવામાં આવ્યું હતું કે, વિપક્ષ અને કેટલાક સંગઠનો દ્વારા ફેલાયેલી મૂંઝવણને દૂર કરવા માટે, પક્ષના કાર્યકરોએ નિશ્ચિતપણે ત્રણ કાયદાઓનો બચાવ કરવા સતત અભિયાન ચલાવવું જોઈએ. જ્યારે દેશભરના ખેડૂતોને વાસ્તવિકતા વિશે જાણ થશે, ત્યારે મૂંઝવણ દૂર થશે, જે આંદોલનની અસર ઓછી થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap