પોરબંદર: ટ્રાફિક પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલો, જાણો કેમ

પ્રતિશ શીલુ,પોરબંદર: શહેરના જાણીતા એડવોકેટ ભનુ ઓડેદરાએ એસ.પી. સહીત ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરી જણાવ્યું છે કે, પોરબંદર શહેરમાં ટ્રાફિક બ્રિગેડના જવાનો ટ્રાફિકનું નિયમન કરવાની જગ્યાએ ટુ વ્હીલર તથા અન્ય વાહનોના કાગળો ચેક કરતા હોય અને મોટાભાગે મોબાઈલમાં વ્યસ્ત હોવાના કારણે ટ્રાફિક નિયમન શહેરમાં થતું ન હોય, શહેરમાં બેફામ રીતે રીક્ષાઓ ચલાવવામાં આવે છે.

રીક્ષાચાલકો સામે ટ્રાફિક પોલીસ કોઈ કાર્યવાહી કરતી ન હોય હાલમાં કોરોના મહામારીને કારણે સામાન્ય તથા ગરીબ મધ્યમવર્ગ પાસેથી માસ્કના નામે પીયા 1000 /- દંડ વસૂલવામાં આવે છે.જ્યારે અમુક રાજકીય ઓથ ધરાવતા લોકો,રાજકીય લોકો,અધિકારીઓ,પોલીસ વગેરે માસ્ક સહીત તમામ નિયમોનું પાલન કરતા ન હોવા છતાં તેમને દંડ કે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી નથી તેવો આક્ષેપ તેઓએ કર્યો છે.

પોરબંદર શહેરમાં મોટાભાગની કારોમાં કાળા ગ્લાસ,પૂરતા પેપરો પણ નથી હોતા છતાં પણ તેમની સામે કોઈ કાર્યવાહી થતી નથી,જ્યારે સામાન્ય,ખેડૂત,મજુરી,કડીયા,વિદ્યાર્થીઓને કાયમ કારણ વગર હેરાન કરવામાં આવતા હોય છે જ્યારે પોરબંદર શહેરમાં પ્યાગો રીક્ષાચાલકો બેફામ ગતિએ ચલાવી નિયમોનું પાલન કરતા ન હોય તેમની સામે તાત્કાલીક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.

પોરબંદરમાં ટ્રાફિક પોલીસ માસ્કના નામે તથા અન્ય પેપરોના નામે માત્ર ટુ વ્હીલરોને જ ચેક કરતા હોય, રીક્ષાઓ, ટ્રાવેલ્સ, કારો વગેરેને ચેક કરવામાં આવતા નથી.આ ઉપરાંત નરસંગ ટેકરી સર્કલ ઉપર, ઉદ્યોગનગર રોડ ઉપર જતા રસ્તા ઉપર ટ્રાવેલ્સની બસો ગેરકાયદેસર રસ્તાની વચ્ચે ઉભી રાખવામાં આવતી હોય અને ત્યાં અમુક ટ્રાવેલ્સ સંચાલકોએ દબાણ કરી કેબીનો-દુકાનો બનાવી ત્યાં ટ્રાવેલ્સ ગેરકાયદેસર ઉભી રાખતા હોવાનો આક્ષેપ કરી આ વિસ્તારમાં ટ્રાવેલ્સને કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યા દૂર કરવા યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે.

એડવોકેટ દ્વારા કરવામાં આવેલ આક્ષેપ અંગે પોલીસે કેમેરા સામે તો કાઈપણ કહેવાનો ઈન્કરા કર્યો હતો પરંતુ જે આંકડાકીય માહીતી ટ્રાફીક પીએસઆઈ દ્વારા આપવામાં આવી હતી તેને જોતા પણ ખ્યાલ આવી જાય છે જાન્યુઆરી 2020થી લઈને સપ્ટેમ્બર 2020 સુધીના એટલે કે છેલ્લા 9 મહિનાની અંદર ટ્રાફીક પોલીસે કુલ એનસી કેસ,પ્રદૂષણને લગતા કેસ ફેન્સી નંબર સહિતના કુલ સાડા દસ હજારથી વધુ કેસ કરીને 88 લાખથી વધુનો દંડ વસુલ્યો છે, પરંતુ સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે,ડાર્ક ફિલ્મના માત્ર 19 જ કેસ કરવામાં આવ્યા છે. તો વધુ પેસેન્જરના માત્ર 38 જ કેસ થયા છે. હકીકતે રીક્ષા ચાલકોથી લઈને મોટા વાહનોમાં આડેધડ રીતે પેસેન્જરો ભરાતા હોવા છતા તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નથી આવી રહી. ત્યારે તેઓ પર મહેરબાની પાછળ પણ હપ્તા રાજ જવાદબદાર હોવાની પુરી શક્યતાઓ રહેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap