અમિતાભ બચ્ચનને લઈને હાઈકોર્ટમાં દાખલ કરી યાચીકા, કારણ જાણી ચોંકી જશો

‘નમસ્કાર,હમારા દેશ ઓર પૂરા વિશ્વ આજે કોવિડ-19ની ચુનૌતીના સામના કર રહા હે.કોવિડ-19 અભી ખતમ નહી હુઆ હે.’આ એ કોલરટ્યૂન છે જે પાછલા વર્ષમાં લોકોએ આ સૌથી વધુ સાંભળ્યું છે. કોઈને પણ કોલ કરવા પર અમિતાભ બચ્ચનના અવાજમાં સાંભળવામાં આવે છે. લોકો કહે છે કે, દેશ કોરોના કરતા આ કોલરટ્યૂનનથી વધુ પરેશાન છે.

હવે વર્ષ ખતમ થતાં લોકો પણ તેનાથી છૂટકારો મેળવવા માગે છે. હવે એક એવા સમાચાર સામે આવ્યો છે કે તમે તેને વાંચીને તમે પણ હસી પડશો. આ કોલરટ્યુનને બંધ કરાવવા માટે દિલ્હી હાઇકોર્ટમાં એક જનહિત અરજી કરવામાં આવી છે. હા…અમિતાભ બચ્ચનની કોલરટ્યુનને બંધ કરાવવા માટે દિલ્હી હાઈકોર્ટમાં પીઆઈલ દાખલ કરવામાં આવી છે. જોકે આ કોણે કર્યુ છે, તે અંગે હજી સુધી કોઈ માહિતી નથી.

આ અંગે લોકો વિવિધ પ્રકારના પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકો કહે છે કે આ કોલરટ્યુનને બંધ થઈ જાય તો વધુ સારૂ. જ્યારે કેટલાક લોકો કહે છે, આ ટ્યુન લોકોને ચેતવણી આપે છે કે કોરોના હજી યથાવત છે.

જો અમિતાભના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો અભિનેતા હાલમાં ‘કેબીસી 12’ માં વ્યસ્ત છે. આ સાથે જ તે અજય દેવગણની ફિલ્મ ‘મેડે’નું શૂટિંગ પણ કરી રહ્યા છે. સાથે તેની ઘણી ફિલ્મ રિલીઝ માટે તૈયાર છે. તેની ફિલ્મ ‘ઝુંડ’ તૈયાર છે પરંતુ કોર્ટના આદેશને કારણે રિલીઝ થઈ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap