માતર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય કેસરી સિંહ ચૌહાણનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેઓ માતર અને લીંબાસીના પીએસઆઇ માસ્કનું ટાર્ગેટ પૂરું નહીં કરતાં તેઓની બદલી લઈને ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક વિરુદ્ધ આક્રોશ ભેર બોલી રહ્યા હતા છે. ભાજપના ધારાસભ્ય કેસરી સિંહ ચૌહાણનો આ વીડિયો મીડિયા પર વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે.
