ઠંઠીમાં પ્રાણીઓની આવી રીતે કરી શકાય મદદ, તસવીરોમાં જુઓ રાજકોટ ઝૂમાં કેવી વ્યવસ્થા કરવામાં આવી

વિનય પરમાર,રાજકોટ: શહેરમાં હાડથીંજાવતી ઠંડીનું જોર વધતુ જાય છે. માનવી તો ઘરમાં પુરાઇ રહે, ગરમ કપડાંમાં લપેટાઇ રહે પણ મુંગા પ્રાણીઓ ન રહી શકે ન કહી શકે એવી હાલતમાં મુકાઇ જાય છે. મહાપાલિકા સંચાલિત પ્રદ્યુમનપાર્ક ઝૂના પ્રાણીઓને ઠંડીથી રક્ષણ આપવા માટે ઝુ સુપ્રિ. ડો.હીરાપરાએ ખાસ વ્યવસ્થા કરી છે. સિંહ, વાઘ, દીપડા, રીંછ સહિતના માસાહારી પ્રાણીઓ કે જેને સંધ્યા ઢળ્યા પછી નાઇટ સોલ્ટર(રૂમ)માં લઇ લેવામા આવે છે ત્યાં રૂમમાં બારી-બારણા, ગ્રીલ પાસે લાકડાના પાટિયા, કંતાન એગ્રોનેટ મુકીને ઠંડી સામે કવચ આપવામા આવે છે. અન્ય પ્રાણી-પક્ષીઓ માટે પણ તેને અનુરૂપ વ્યવસ્થા કરવામા આવી છે.

ઠંઠીમાં પ્રાણીઓની આવી રીતે કરી શકાય મદદ, તસવીરોમાં જુઓ રાજકોટ ઝૂમાં કેવી વ્યવસ્થા કરવામાં આવી

શહેરની ભાગોળે 137 એકરમાં પથરાયેલુ પ્રદ્યુમનપાર્ક ઝૂ આમેય ટેકરી ઉપર અને ચારેય બાજુ ખુલ્લો વિસ્તાર છે. લાલપરી-રાંદરડા તળાવ પણ તદન બાજુમાં છે. રાત પડે એટલે ઠંડો સુસવાટા નાંખતો પવન ફૂંકાવા લાગે છે. આવી વિષમ પરિસ્થિતિ વચ્ચે ઝૂના પ્રાણીઓને ઠંડીની અસર ન થાય તે માટે ઝૂ સુપ્રિ.ડો.હીરપરાએ ખાસ વ્યવસ્થા કરી છે.

ઠંઠીમાં પ્રાણીઓની આવી રીતે કરી શકાય મદદ, તસવીરોમાં જુઓ રાજકોટ ઝૂમાં કેવી વ્યવસ્થા કરવામાં આવી

સિંહ, વાઘ, દીપડો, રીંછ સહિતના પ્રાણીઓને રાત્રે નાઇટ સોલ્ટર(રૂમ)માં લઇ લેવા છતા બારી-બારણા કે ગ્રીલમાંથી ઠંડો પવન અંદર ન આવે એ માટે લાકડાંના પાટિયા મુકી દેવામા આવ્યા છે. આ ઉપરાંત જમીન પર સુતી વખતે ઠંડી ન લાગે એ માટે કોથળા પાથરી દેવાયા છે. આવી જ રીતે સાત પ્રજાતિના હરણના પીંજરામાં સુક્કા ઘાસની પથારી કરી દેવામા આવી છે.

ઠંઠીમાં પ્રાણીઓની આવી રીતે કરી શકાય મદદ, તસવીરોમાં જુઓ રાજકોટ ઝૂમાં કેવી વ્યવસ્થા કરવામાં આવી

જ્યારે પક્ષીઓના પીંજરામાં એગ્રોનેટ મુકી દેવામા આવે છે. સાપને ઠંડીથી રક્ષણ આપવા માટે ઉંધુ માટલુ અને તેમા લેમ્પ મુકી દેવાયો છે. રાત વેળાએ સાપ ગરમાવો મેળવવા માટે આ માટલા ફરતે વીંટળાયેલા રહે છે.

ઠંઠીમાં પ્રાણીઓની આવી રીતે કરી શકાય મદદ, તસવીરોમાં જુઓ રાજકોટ ઝૂમાં કેવી વ્યવસ્થા કરવામાં આવી

સિંહ, વાઘ સહિતના પ્રાણીઓની ભૂખ ઉઘડી, મગરનો ખોરાક ઘટી ગયો

શિયાળામાં પ્રાણીઓની ભુખ પણ ઉઘડે છે. ખાસ કરીને સિંહ, વાઘ, દીપડો, રીંછ જેવા માસાહારી પ્રાણીઓનો ખોરાક બે કિલો વધી ગયો છે. શિયાળા સિવાયના દિવસોમાં આ પ્રાણીઓમાં નરનો ખોરાક ૮ કિલો હોય છે અને માદાનો ખોરાક ૬ કિલો હોય છે. તેમા બે કિલોનો વધારો થયો છે. જ્યારે મગર અને સાપ જેવા સરીસૃપ પ્રાણીઓમાં વિપરિત હોય છે. સામાન્ય દિવસોમાં મગર એકાંતરા ખોરાક લે છે. હાલ શિયાળામાં અઠવાડિયે એકવાર માંડ ખોરાક લે છે.

ઠંઠીમાં પ્રાણીઓની આવી રીતે કરી શકાય મદદ, તસવીરોમાં જુઓ રાજકોટ ઝૂમાં કેવી વ્યવસ્થા કરવામાં આવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap