ઉત્તરાયણ પર જો આવી રીતે પતંગ ચગાવી તો થશે પોલીસ કાર્યવાહી, ચાર શખ્સોની જાણો કેમ કરાઈ ધરપકડ

વિનય પરમાર,રાજકોટ: કોરોનાની મહામારી વચ્ચે પણ લોકો ઉતરાયણ પર્વની ઉજવણી કરવા થનગની રહ્યા છે.ત્યારે રાજકોટમાં નામી બ્રાન્ડનો બનાવટી દોરો વેચવાના કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ક્રાઇમ બ્રાન્ચે પરાંપીપળીયામાં દરોડો પાડી શિવમ સુરતી માંજા નામે નકલી દોરો વેંચતા શખ્સને ઝડપી લઇ તેની પાસેથી 1,35,100 રૂપિયાની 685 ફીરકી કબ્જે કરી છે, જયારે શહેરમાં અન્ય 4 વેપારીઓને ઝડપી લઇ તેઓ પાસેથી પ્રતિબંધિત 56 ચાઈનીઝ દોરીની ફીરકી કબ્જે કરી છે. તેમજ જાહેરમાં જોખમી રીતે પતંગ ઉડાવતા ત્રણ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

ઉત્તરાયણ પર જો આવી રીતે પતંગ ચગાવી તો થશે પોલીસ કાર્યવાહી, ચાર શખ્સોની જાણો કેમ કરાઈ ધરપકડ

શહેરમાં ઉતરાયણ પર્વ નિમિતે લોકોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ જામનગર રોડ ઉપર પરાપીપળીયા ગામે પાટીદાર સીઝન સ્ટોર્સ નામના ગોડાઉનમાં ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ વી કે ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ યુ બી જોગરાણા અને તેમની ટીમના કરણભાઇ મારુ તથા ઇંદ્રજીતસિંહ ગોહિલને મળેલી બાતમી આધારે સ્ટાફને સાથે રાખી દરોડો પાડ્યો હતો, ત્યાં શિવમ સુરતી માંજા નામે ડુપ્લીકેટ દોરાની ફીરકી વેચાતી હોય તેનો પર્દાફાશ કરી ક્રાઇમ બ્રાન્ચે 1,35,100 રૂપિયાની 685 ફીરકી કબ્જે કરી સંચાલક અમીન માર્ગ રોડ ઉપર રહેતા સતીશ લક્ષ્મણભાઇ નીન્દ્રોડા સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.

ઉત્તરાયણ પર જો આવી રીતે પતંગ ચગાવી તો થશે પોલીસ કાર્યવાહી, ચાર શખ્સોની જાણો કેમ કરાઈ ધરપકડ

તેમજ તાલુકા પીઆઇ જે વી ધોળા અને સ્ટાફે કાલાવડ રોડ ઉપર સદગુરુ સાનિધ્ય કોમ્પ્લેક્ષમાં ક્રિષ્ના ગિફ્ટ એન્ડ સીઝન સ્ટોર્સમાં દરોડો પાડી મારુતિ પાર્કના રાકેશ જયસુખભાઇ ગોધાત નામના શખ્સને 20 હજારની 40 ચાઈનીઝ ફીરકી સાથે ઝડપી લઇ જરૂરી કાર્યવાહી કરી હતી. જયારે કુવાડવા પીઆઇ એમ સી વાળા અને સ્ટાફે ખોરાણા ગામે કરિયાણાની દુકાનમાં દરોડો પાડી જતીન વિનોદભાઈ વખારિયા નમન શખ્સને 1800 રૂપિયાની ચાઈનીઝ દોરીની 9 ફીરકી સાથે ઝડપી લઇ જરૂરી કાર્યવાહી કરી હતી.

ઉત્તરાયણ પર જો આવી રીતે પતંગ ચગાવી તો થશે પોલીસ કાર્યવાહી, ચાર શખ્સોની જાણો કેમ કરાઈ ધરપકડ

ઉપરાંત બી ડિવિઝન પીઆઇ એમ બી ઔસુરા અને સ્ટાફે મૂળ પાટણના સુરેશ રમણભાઈ પટણી નામના શખ્સને પેડક રોડ ઉપરથી 1200 રૂપિયાની ચાઈનીઝ દોરીની 6 ફીરકી સાથે દબોચી લીધો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી. તેમજ પ્રનગર પોલીસે જંક્શનમાંથી કુલદીપ મુકેશભાઈ ભોણીયા નામના શખ્સને 400 રૂપિયાની ચાઈનીઝ દોરીની ફીરકી સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી, જયારે તહેવારમાં જાહેર રોડ ઉપર પતંગ ઉડાડવાની મનાઈ ફરમાવતું પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલનું જાહેરનામું હોવા છતાં ધરમનગર મેઈન રોડ ઉપર જોખમી રીતે પતંગ ઉડાડતા ધરમનગર આવાસ યોજનામાં રહેતા વિજય બાબુભાઇ ડાભી સામે ગુનો નોંધી યુનિવર્સીટી પોલીસે ધરપકડ કરી હતી તેમજ ગાંધીગ્રામ પોલીસે એરપોર્ટ રોડ ઉપર જાહેરમાં પતંગ ઉડાડતા શિવપરાના પ્રકાશ મધુભાઈ ગઢપરાને ઝડપી લઇ જરૂરી કાર્યવાહી કરી હતી જયારે પ્રનગર પોલીસે જંક્શનમાં જાહેરમાં પતંગ ઉડાડતા સાવન ઉમેશભાઈ સાથડીયા વિરુદ્ધ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap